અફસોસ ! શીકારી તો આવી પહોંચ્યો. હવે આપણે શું કરીશું ?”
હિરણ્યકે જલદીથી પોતાના તીણા દાંતવતી ચિત્રાંગની જાળ કાપી નાંખી. શિકારીના આવતા પહેલાં ચિત્રાંગ છૂટો થઇ ગયા. પછી ચારે મિત્રો ત્યાંથી દોડી ગયા. પણ મન્થરથી જલદી દોડાતું નહિ. શિકારી જોતજોતામાં ત્યાં આવી પહાંચ્યો. ત્હેણે જાળ કપાએલી દીઠી. તે બોલ્યો:–“અરે ! હરણ તો નાસી છટક્યું” એવામાં પેલો મન્થરક કાચબો એના જોવામાં આવ્યો. એટલે ત્હેણે કહ્યું કે “ચાલો, ના મામા કરતાં કાણો મામો પણ કામનો. હરણ તો ગયું પણ પણ આને શું કામ ગુમાવવો?” એમ કહીને તેણે મન્થરકને ઉપાડી લીધો.
ચિત્રાંગ, લઘુપતનક અને હિરણ્યક તે જોઇને વિલાપ કરવા લાગ્યા.
હિરણ્યક બોલ્યો:–“આપણે એક આફતમાંથી છૂટીએ છીએએટલે બીજી માથા ઉપર ખડીજ રહે છે. દોસ્તીમાં સુખ અને દુઃખ બન્નેના અનુભવ થાય છે.”
ચિત્રાંગ બોલ્યો:–“પણ અત્યારે વાતમાં વખત ગુમાવવા જેવું નથી. આપણે જો શિકારીની પાછળ પડીશું, તો આપણા મિત્ર મન્થરકનો પત્તો લાગી શકશે. આપણે કાંઈ ઈલાજ શેાધવો જોઇએ ખરો.”
ત્રણે મિત્રો શિકારીની પાછળ પડ્યા, હિરણ્યકે કહ્યું:– “ચિત્રાંગને તળાવ પાસે માકલો. શિકારી તળાવ આગળ થઇને જશે અને જેવો તે ચિત્રાંગને જોશે કે તરતજ મન્થરકને પડતો મૂકીને તેની પાસે જશે, ચિત્રાંગે તળાવની પાસે પડી