પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાલ-પંચતંત્ર;યાને પંચતંત્રમાંની વાતો.

વાર્તાઓનો આરંભ.

દક્ષિણ દેશમાં મહિલારોપ્ય નામનુ એક શહેર હતુ.. તેમાં અમરશકિત નામે મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો, તેને ત્રણ મુર્ખ પુત્રો હતા. તેમનાં નામ હતાં બહુશક્તિ, ઉગ્રશક્તિ, અને અનંતશક્તિ. પણ તેઓ કાળા અક્ષરને કુટી મારે તેવા અભણ અને અક્કલના દુશ્મન હતા. રાજાએ એક દિવસ દરબારમાં તેમને માટે બળાપે! કરતાં કહ્યું કે “આ મૂર્ખ છોકરાઓનું આગળ જતાં શું થશે ? જીદગીભર આવાજ ઠોઠ રહેશે, તે તેમનાથી રાજ્ય કેમ થઇ શકશે ? મ્હારા મરણ પછી, એ લોકો નક્કી રખડી મરશે.” મન્ત્રી- ઓની સલાહથી રાજાએ વિષ્ણુશર્મા નામના પંડિતને બોલાવીને, પેાતાનો વિચાર તેમને જણાવ્યો. પંડિતે પ્રતિજ્ઞા લઇને કહ્યું કે, હું ત્હમારા પુત્રોને છ મહિનાની અંદર નીતિશાસ્ત્રમાં નિપુણ બનાવી દઇશ. રાજા પ્રસન્ન થયો, અને પોતાના પુત્રોને તેણે એ પંડિતને સોંપ્યા. એ રાજ કુંવરોને વિષ્ણુશર્મા પેાતાને ઘેર લઈ ગયા, અને તેમને શિયાળ, સિંહ વગેરે વનનાં પ્રાણીઓની વાતો કહેવા માંડી. એ વાર્તાઓ રસ પડે તેવી હતી. તેથી રાજકુંવરોને સાંભળવાની મજા પડતી, અને વળી તેમની બુદ્ધિનો પણ વિકાસ થતો હતો. પંડિત તેમને સંસાર વ્યવહારમાં પાવરધા બનાવવા માંગતા હતા. તેથી એમણે તેઓને કહ્યું:-“હે રાજકુંવરો ! લુચ્ચા માણસોની વાત ઉપર લક્ષ આપશો