લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નહિ. તેઓ તમને અવળે રસ્તે દોરવશે. લુચ્ચા શિયાળના કહેવાથી, એક સિંહે શું કર્યું હતું તે હું તમને કહીશ. તેણે શિયાળના શબ્દોથી ભોળવાઈને પોતાના ભલા મિત્રને મારી નાંખ્યો.”

૧. સિંહ અને બળદની વાર્તા.

આ દુનિયામાં પૈસાદાર થયાનું કોને નહિ ગમે ? મહિલારોપ્ય નગરમાં એક શાહુકાર રહેતો હતો. તેને એક વખત ખુબ પૈસા કમાવાનું મન થયું. સંજીવક અને નંદક નામના પોતાના બેઉ બળદોને તેણે રથમાં જોડયા, અને વેપાર કરવાને પરદેશ જવા સારૂ નીકળી પડયેા. કાદવ કીચડવાળા રસ્તામાં સંજીવકનો પગ એકાએક ડટાઇ ગયો, અને રથનો આચકો લાગવાથી ભાંગી ગયો. ત્યારે તે શાહુકારે સંજીવકનું જોતર છેાડી નાંખ્યું; જંગલમાં તેને છુટ્ટો મુકી દીધો અને પેાતે આગળ ચાલવા માડયું. સંજી- વકને વનમાં કોઈ કરતાં કોઈનો આધાર રહ્યો નહતો. તેમ છતાં તે મરી ગયો નહિ. કુદરતી રીતેજ તેનો પગ ધીમે ધીમે સારો થઇ ગયો અને જંગલનું લીલુંછમ જેવુ" ઘાસ ખાઈ કરીને તે જોતજોતામાં તાજોમાજો તૈયાર થઈ ગયો. દરરોજ ખવાય તેટલું ઘાસ ખાતો અને મસ્તીમાં આવીને બરાડા નાંખતો. તેજ જંગલમાં પિંગલક નામનો એક સિંહ રહેતો હતો. તે એ જંગલનો રાજા હતો. બધાં પ્રાણીઓ એને નમતાં અને એની આજ્ઞામાં રહેતાં. એક દિવસ યમુના નદીને કિનારે તે પાણી પીવા સારૂ આવ્યો હતો. તે વખતે એક બહુ મોટી ગર્જના એણે ઓચીંતી સાંભળી. એવો