પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
बालविलास.
વિભાગ–૧.
સદ્દવૃત્તિ.
૧.

સદ્દવૃત્તિ એટલે સારી વૃત્તિ, વૃત્તિ એટલે મનનું વલન. આપણા કામ આજ કરાય છે, કાલે નાશ પામે છે, ને વિસારે પડે છે; પણ જે નિત્ય ટકે છે, જે કદી વિસારે પડતું નથી, અને જેની વાસનાથી બીજને પણ તેવાં થવાનું શૂર પેદા થાય છે, તે તો આપણી સંસ્કૃતિ જ છે. એટલાજ માટે એમ કહેવાય છે કે મનુષ્યનો અમર દૈવી અંશ તેની સદ્દવૃત્તિ છે. સદ્દવૃત્તિથી જ આ જગતનો વ્યવહાર નિભે છે; માણસો એક બીજા સામે મળી કુટુંબમાં વસે છે ; કુટુંબો ભેગાં મળી ગામ બાંધે છે, ને અનેક ગામ ભેગાં થઈ દેશ ઉભો કરે છે. સદ્દવૃત્તિથી વિશ્વાસ પેદા થાય છે, ને વિશ્વાસ એજ વ્યવહારનું મૂલ છે. સદ્દવૃત્તિવાળાં માણસ માન પામે છે, ને સર્વનો સ્નેહ મેળવી શકે છે.

કોઈ બહુ બુદ્ધિમાન હોય તો તેની બુદ્ધિના ચમત્કારથી આપણને આશ્ચર્ય લાગે, પણ તેનામાં સદ્દવૃત્તિ ન હોય તો તે આશ્ચર્યથી તેના ઉપર આપણને કોઈ દિવસ પ્રેમ આવે નહિ. કુશલતા છે તે મનની એક પ્રકરની કસરત છે, પણ સદુવૃત્તિ પ્રેમ કરનાર વસ્તુ છે, એટલે કુશલતાથી આશ્ચર્ય પેદા થાય છે, પણ સદ્દવૃત્તિથી આપણે પીગળી જઈએ છીએ. કુશલતાને લોક વાહ વાહ કહે ખરા, પણ આધીન તો સદ્દવૃત્તિને જ થાય. અમુક પ્રકારની બુદ્ધિ કે કુશલના એ જેમ સદ્દવૃત્તિ નથી, તેમ ગમે તેટલી વિદ્યાનો ભડાળ પણ સદ્દવૃત્તિ નથી. આપણાં પુરાણમાં જોઈએ તો રાવણ ચાર વેદ ભણેલો મહા પંડિત હતો, પણ સદ્દવૃત્તિનો તેનામાં છોતો પણ હતો નહિ. ઇતિહાસમાં જુઓ તો ઔરંગજેબ ઘણો વિદ્વાન હતો, પણ તેની દગલબાજી અને રતા બહુ તિરસ્કાર કરવા જેવી હતી. વિદ્યાથી જો સદ્દવૃત્તિ ન આવે તો તે વિદ્યા કાંઇ કામની નથી; ને વિદ્યા હોય માટે સદ્દવૃત્તિ હોય એમ માનવું એ ભૂલ છે. જેમાં વિદ્યા એ સદ્દવૃત્તિ નથી, તેમ