સાવધ રહેવું કેમકે સર્વને પોતે જે કરશે તેજ પામવાનું છે, કોઇના કરેલાનું ફલ ખાવાનું નથી. કોઈ દેવ કે કોઈ ગુરૂ એવો છે નહી કે જેની એક દૃષ્ટિથી કે જેની કૃપાથી, આપણે પાધરાંજ સાતમાં સ્વર્ગમાં પહોંચી જઇશું. તે આપણને માર્ગ બતાવશે, બોધ કરશે, પણ તે માર્ગ લેવાની, અને તે બોધ સાંભળી તે પ્રમાણે ચાલવાની ઈચ્છા તો આપણી જ જોઈએ, ને ઈચ્છા થયા પછી પણ તે પ્રમાણે કુલ પામતા સુધી ધીરજથી મંડયા રહેવાને ઉદ્યોગ પણ આપણોજ જોઈશું. પણ કોઈ પુછશે કે જ્યારે બધું કર્મથીજ નિયમિત થઈ ગએલું છે ત્યારે ઉદ્યોગ શાનો કરવાનો ? જે થનાર હશે તે થશે, ઉદ્યોગ પણ થવાનો હશે, તો થશે. આ વાત એક રીતે ખરી છે. કેમકે કર્મથી નિયમિત જે હશે તે થશે એવું જો સમજાય તો તે મોક્ષના ઉમરા ઉપર ચઢયા બરાબર છે. એનું જ નામ વાસનાનો નાશ થયો જાણવો અને તેમ થયાથી મોક્ષ રૂપી પરમ આત્મભાવસુખ સહજમાં મળવાનું. કેમકે કર્મના ફલની ઈચ્છા તજાય અને ફલથી રાગદ્વેષ હર્ષ શોક ન થાય, એટલે જ અંશે કર્મથી છુટા થઈ શકાય છે. પણ ખરી વાત એવી છે કે માણસને રાગદ્વેષ રાત દિવસ મથી નાંખે છે, ને તે પ્રમાણે અનુકુલ મેળવવાને, અને પ્રતિકૃલ દુર કરવાને બધાં મથે છે, પણ કાંઈ વળતું નથી, ત્યારે કર્મને માથે વાત નાખીને બેસે છે. આવું કરવું એ ભૂલ છે. ચારે પાસા દષ્ટિ કરીએ તો એક કણ પણ એવો નહિ જણાય કે જે નીરાંતે પડી રહ્યો હોય, કેમકે પડી રહ્યા હોય એવા જણાતા પદાર્થો પણ કોઈ પ્રકારની ગુપ્ત ક્રિયા અનુભવતા હોય છે, નહિ તો કોઈ દિવસ તે બદલાય કે નાશ પામે નહિ. કર્મ પોતે પણ કયાં અટકીને ઉભુ રહેલું છે ? એટલે આપણે સમજવાનું એટલું જ છે કે ઉદ્યોગ, પ્રવૃત્તિ, ગતિ એતો કર્મનો નિયમજ છે, ને આપણે કર્મને આધીન છીએ એટલે આપણે પણ તે નિયમમાંજ આવી જઈએ છીએ. જ્યારે એ નિયમથી ઉલટાં થવાનું કરીએ ત્યારે કર્મની વિરૂદ્ધ આપણે જઈએ છીએ. કર્મને નિયમે રહી ઉદ્યોગ તો કરતાં જ જવું, પણ તેમાંથી જે પ્રાપ્ત થાય તે ઉપર રાગ દ્વેષ ન કરેવો અને નિસ્પૃહા તથા સંતોષ રાખવાં એજ તે કર્મને ખરી રીતે સમજયાનો અર્થ છે. એમ સમજાય ને અનુભવાય ત્યારે જ વાસનાનો નાશ થાય છે ને નવી વાસના પેદા થતી નથી, ને વાસના તૂટે છે ત્યારે સર્વત્ર એકાકાર એકરસ પરપ્રેમમય આત્મભાવ
પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૧૩
Appearance