માણસની વસતિ થઈ હશે ત્યારે તે પણ ચંદ્રમાં વસનારા લોકોમાંથી આવેલી છે. એ લોક તે પિતૃ કહેવાય છે, ને માણસમાત્રના ગમે તેટલે છેટે પણ મૂલ માબાપ તે છે. તેમનાં શરીર કાંઈ આપણા જેવા હશે નહિ, ચંદ્ર લોકમાં રહેવાને જેવાં જોઈએ તેવાં હશે, પણ કહે છે કે પુનર્જન્મના પાઠમાં જેને આપણે સુક્ષ્મદેહ કહ્યો છે, તેવાં હોય છે, તે વાસનાથીજ જીવે છે. દેવ એવા જે લોક કહેવાય છે તે સૂર્યમાં વસે છે ને કોઈકવારજ કોઈ મહાત્મારૂપે અવતરે છે; પણ દેવથી ઉતરતાં જે પિતૃ તે ચંદ્રલોકમાં છે. પિતૃ લેાકનો વર્ગ નિત્ય છે. આ વાત આપણાં શાસ્ત્રોમાં કહી છે ત્યારે જુઓ કે જો આપણા કોઈ પિતૃ ચંકલેકમાં હોય તો તેણને સંતોષવાથીજ આપણી ઉન્નતી થાય, ને આપણું શુભ થાય. એ સંતોષવાનું કામ આપણે શ્રદ્ધાપૂર્વક તેમનું ધ્યાન કરીએ એટલી વાસનાથી જ થાય છે. એવું જે કરવું તેનું નામ પિતૃયજ્ઞ. પિતૃનાં નામ દઈને તર્પણ કરવાનો એ કામમાં વિધિ છે. ગૃહસ્થા; શ્રમમાં રહી પિતૃયજ્ઞ કરવાથી પિતૃ તૃપ્ત થઈ પુત્ર પ્રજા આપે છે, એમ થવાથી પિતૃપ્રતિ આપણી જે કર્તવ્યતા છે તે પૂર્ણ થાય છે, કેમકે પિતૃયજ્ઞ શ્રાદ્ધાદિથી તૃપ્ત કરનાર પેદા થાય છે. આમ પિતૃનું જે ઋણ તે પિતૃયજ્ઞ કરવાથી છુટે છે. આમાંથીજ સપિંડ; પીતરાઈ, ગોત્ર એ બધા વિચાર પેદા થયેલા છે; તેમ કુલદેવતા ઇત્યાદિ પણ સંભવ્યાં છે.
દેવયજ્ઞ એટલે દેવને સંતોષી પ્રસન્ન કરવાનો યજ્ઞ. ગૃહસ્થાશ્રમ કર્યો ત્યારથીજ તે અગ્નિદેવની સાક્ષીએ કર્યો છે. વિવાહ સમયે જે અગ્નિ હોય તેને ઘરમાં સ્થાપી એને નિત્ય પૂજવો જોઇયે, તથા જાગ્રત રાખવો જોઈએ; ને મરણ થાય ત્યારે તેનાથી જ બળવું જ જોઈએ આવું શાસ્ત્ર કહે છે. તેનાથી જ બળવાની આજ્ઞા છે માટેજ, આપણા ઘરમાં વિવાહગ્નિ સ્થાપેલો હોતો નથી, તેમાંથીજ લેઈ જતા હોઇએ તેમ મડદાની આગળ આગ ઘેરથી લઈ જઈએ છીએ. અગ્રિની પૂજા કરવાથી તેમાં શુદ્ધ પદાર્થોનો શ્રદ્ધાપૂર્વક હોમ કરવાથી હવા રવચ્છ થાય અને સુખ રહે એતો ઠીક, પણ અગ્નિનું જે આધિદૈવિક સ્વરૂપ તે પ્રસન્ન થાય અને તે દ્વારા સર્વ દેવ પ્રસન્ન થાય. કેમકે અગ્નિ છે તેજ આપણો અને દેવતાનો સંબંધ કરાવનારૂ દ્વાર છે, આનું નામ દેવયજ્ઞ. દેવતાઓ જે અનેક ઉપકાર આપણને રક્ષણપોષણથી કરે છે, તેટલાં આપણે તેનાં ઋણી છીએ, માટે દેવ યજ્ઞ કરવાથી દેવઋણુ છૂટે છે,
ભૂત એટલે પિતૃથી ઉતરતો પણ મનુષ્યના કરતાં વધારે સામર્થ્યવાળો, કેવલ સૂક્ષ્મ દેહમય, એક વર્ગ છે, તે પોતાનાં અનુકૂલ સ્થાનમાં વસે છે,