તે અનેક ઉપકાર કે ઉપદ્રવ કરે છે, તેમને પ્રસન્ન રાખી ઉપદ્રવ ન કરે તેવાં રાખવા માટે બલિદાન અપાય છે તે ભૂતયજ્ઞ.
નૃ એટલે માણસ તેને સંતોપવું તે નૃ યજ્ઞ, જેને ઘરબાર છે નહિ, ને જે એક ઠેકાણે એક રાત્રી કરતાં વધારે નિવાસ કરતું નથી એવું જે માણસ હોય તેને અતિથિ કહે છે. તેજ ગૃહસ્થની પરોણાગત પામવાને પાત્ર છે; તેમાં પણ જો અતિથિ વિદ્વાન હોય તો બાકીજ શી? એવો નિયમ છે કે ભૂતયજ્ઞ કરી રહીને જમવા બેસતા પૂર્વે ગૃહસ્થ કોઈ અતિથિને બોલાવી જમાડવો, ને પછી જમવું. એને અભ્યાગત પણ કહે છે, કેમકે કોઈ નોતરું દેવા જતું નથી. જે આવી મળે તેજ અતિથિ થાય છે. આનું નામ નૃયજ્ઞ.
આ પાંચ કર્મનો સમાસ ત્રણમાં પણ કરી શકાય છે. બ્રહ્મયજ્ઞ કરીને પછી પિતૃ, દેવ, અને ભૂત, એમ ત્રણ જુદા યજ્ઞ ન કરતાં એક વૈશ્વદેવ કરે ને પછી નૃયજ્ઞ કરે તો પણ ચાલે.
હવે બીજા ચાર કર્મ સંસ્કાર રૂપે ગણ્યા છે તેનો સંક્ષેપ બતાવીએ. મનુષ્ય મરી જાય એટલે તેનો સૂક્ષ્મદેહ સ્થૂલ દેહથી જુદો પડે એમ પુનર્જન્મના પાઠમાં કહ્યું છે. સૂક્ષ્મદેહ, જો સારી કરણી હોય તો સૂર્ય લોકમાં જાય ને પછી આ પૃથ્વીમાં આવે નહિ, પણ સાધારણ યોગ્તા હોય તો તે દેહ પોતાના મૂલ પિતૃ ભેગો મળી જાય છે, ને કાલાન્તરે પુનઃ પૃથ્વીમાં અવતરે છે. પિતૃ ભેગો થાય તે પૂર્વનું જે તેનું સ્વરૂપ તેને પ્રેત કહે છે. મરી જાય ત્યારથી બાર દિવસ સુધી પ્રેતદશા રહે છે, ને પછી પિતૃલોકમાં જાય છે. જેનું આમ નથી થતું તે ભૂત થઈ આ લોકમાં રખડે છે. મરનાર પ્રેતભાવ તજી પિતૃલોકમાં જાય તે માટે જે જે ક્રિયાઓ કરાય છે તેને શ્રાદ્ધ કહે છે. શ્રદ્ધાથી કરેલું કૃત્ય તે શ્રાદ્ધ, જો શ્રદ્ધા હોય તોજ મનમાં વેગ પેદા થાય છે, વેગ હોય તો દઢ સંકલ્પ થાય છે, ને દઢ સંકલ્પ હોય તો ઉત્તમ વાસના બંધાય છે, ને વાસનાજ પ્રેત તથા પિતૃને ખપે છે, વાસનાથી તેમને સંતોષ થાય છે, માટે શ્રદ્ધાથી કરેલાં શ્રાદ્ધને અવકાશ છે. શ્રાદ્ધના મુખ્ય ચાર વિભાગ છે. નાન્દી, એકાદિષ્ટ, સપિડન, પાર્વણ, કોઇ પિતથી ઉત્પન્ન થયેલા કુલમાં પુત્રનો જન્મ થાય અને એમ થવાથી પિતૃની સંતતિ ચાલતી રહે એટલું જ નહિ પણ મૂલ પિતૃ તથા તે કુલના સર્વ પિતૃને શ્રાદ્ધથી સતોષનાર પણ મળે, એ આનંદના નિમિત્તે કરેલું શ્રાદ્ધ તે નાન્દી. બાકીનાં ત્રણ છે તે મરણ પછી પ્રેતોદ્વાર માટેનાં છે, ને તેમના બહુ સૂક્ષ્મ સૂક્ષ્મ વિવેક અને ભેદ છે. બારમાના દિવસનું શ્રાદ્ધ તે મુખ્ય ,