પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૮
બાલવિલાસ.

સન્નારી ભાગ-૧૬
તારામતી
૨૧

વિશ્વામિત્ર અને વિશિષ્ટ વચ્ચેના અણબનાવથી પુરાણની કથાઓમાં અધિક તેજ આવ્યું છે તે તો સર્વના જાણવામાં છે. ઇન્દ્રની સભામાં એકવાર એમને વિવાદ થયો કે હરિશ્ચંદ્ર જે વશિષ્ઠનો શિષ્ય હતો, તે કદાપિ અસત્ય ભાષણ કરનાર નથી. એ વાદમાં સરતો થઈ, ને છેવટે વિશ્વામિત્ર હરિશ્ચંદ્રનું સત્ય મૂકાવવા હરિશ્ચંદ્ર પાસે આવ્યા. સત્યવાદી હરિશ્ચંદ્ર પાસે આવી તેમણે એનું આખું રાજ્ય દાનમાં લીધું, અને હરિશ્ચંદ્રને ગાદી ઉપરથી ઉઠાડી મૂકયો. પછી કહે કે દાન તો તે કર્યું પણ તે દાન ઉપર દક્ષિણા જોઇએ માટે તે લાવ. હરિશ્ચંદ્રની પાસે વાલની વીંટી પણ રહેલી નહિ એટલે શું આપે ? તેથી તેણે કહ્યું કે મહારાજ ! કમાઇને આપીશ એમ કહી હરિશ્ચંદ્ર નીકળ્યો, ત્યાં તેની સાથે તેની પ્રાણપ્રિયા તારામતી પણ પોતાના પુત્ર રોહિતને લઇને ચાલી. વિશ્વામિત્રે એક અતિ ક્રૂર માણસ તેમની સાથે લેણું લેવા મોકલ્યો. એ ચાર રસ્તે ચાલવા લાગ્યા તેમાં પેલો માણસ જેનું નામ નક્ષત્ર હતું, તે એમને બહુ પીડા પમાડે ખાવાનું આપે તો શાનો, પણ ઉલટું તેમની પાસે માગે, અને વારંવાર એવો બોધ કરે કે ભુંડા એક જરાક એમ કહે કે મેં તો કાંઈ વિશ્વામિત્રને આપ્યું નથી, એતો જુદા બાઝી પડયા છે. તો તને તારું આખું રાજ્ય પાછું અપાવું, પણ હરિશ્ચંદ્ર, જે મહા સત્યવાદી, તે ગમે તેમ થાય પ્રાણ જાય તો પણ અસત્ય ભાષણ કેમ કરે ? ને તેમાં પણ પોતાની ધર્મપત્ની તારામતી જ્યારે એનાએજ નિશ્ચયમાંથી કદાપી ડગવું નહિ એવો એને આનંદપૂર્વક દીલાસો આપે, ત્યારે તો એ મહાત્માનું ધૈર્ય ઉલટું બેવડુ થયા વિના કેમ રહે?

એમ કરતાં એ સર્વે કાશીમાં આવ્યાં પણ વિશ્વામિત્રનું દેવું વાળવાનો કાંઈ માર્ગે જડ્યો નહિ. છેવટ તારામતીએ કહ્યું કે સ્વામિનાથ ! તમે મને વેચી નાખો, ને એનું દેવું વાળો, પછી જ્યારે તમને મળે ત્યારે મને છોડાવજો, હું આપની અનન્ય દાસી છું, પણ મારાથી આપને આ માણસ જે દુઃખ દે છે તે વેઠાતું નથી. હરિશ્ચંદ્ર બજાર વચ્ચે લીલું તરણું માથે