પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૯
સન્નારી તારામતી

મુકી પોતાની પત્નીને વેચવા કાઢી, તેને એક વૃદ્ધ બ્રાહ્મણ પોતાને ઘેર દાસી કરીને લઈ ગયો. છોકરો માતા વિના રહી શકે નહિ, તેથી તેને પણ બહુ કાલાવાલા કરી માની સાથે જ બ્રાહ્મણને સ્વાધીન કર્યો. હરિશ્ચંદ્રનું કાળજું કપાઈ ગયું, પણ પોતાનું વ્રત કેમ તોડાય? પોતાનાં સ્વામીનું દેવું વળ્યું. પણ પોતાની પત્નીને છોડાવવા માટે દ્રવ્ય જોઈએ તેથી પોતે નોકરી ખોળવા માંડી, પણ કહીં મળી નહિ, છેવટ સ્મશાનના મુખ્ય ઢેડને ઘેર મુડદાંનો કર ઉઘરાવવા, મુડદાં સાથે આવેલા ચોખા ઉપર ગુજરાન ચલાવવાની શરતે નોકર રહેવાની ફરજ પડી.

પેલા બ્રાહ્મણને ઘેર તારામતી દળણાં ખાંડણાં પુંજા એઠવાડ એવાં તમામ નીચ કર્મ મહામહા કષ્ટ કરે છે, હાથે ફોલ્લા પડે છે, કે દુખે છે, પણ જરાએ દુઃખ માનતી નથી, પિતાના સ્વામીને અનુણુ કરવામાં ઉપચોગની થઈ તેથી પોતાની જાતને કતાર્થ માને છે. છોકરો બીચારો જેમ તેમ પેટ ભરી, બ્રાહ્મણના શિષ્યો ભેગો નિત્ય સમિધ પુષ્પ વીણવા જતો; તેવામાં એક દિવસ એને જંગલમાં મહોટો ઝેરી સાપ કરડ્યો તેથી તે મરી ગયો. તારામતીને ખબર થતાં તે ગાંડા જેવી થઈ ગઈ, ને બ્રાહ્મણે તેને કશી મદદ કર્યા વિના ઘરમાંથી કાઢી છોકરાની વ્યવસ્થા કરી આવવા કહ્યું. રાત્રીનો સમય હતો, તારામતીની આંખો પણ રોઇરોઇને આંધળી જેવી થઈ હતી, એને ભાન હતું નહિ, એવી અવસ્થામાં જઈ પોતાના છોકરાનું મડદું લઈ આવી, સ્મશાનમાં ગઈ, પણ ત્યાં સ્મશાનના રક્ષકે એને મડદું બાળવાની રજા આપી નહિ, કેમકે તારામતિ પાસે કર ભરવાનું કાંઈ હતું નહી. તારામતી બ્રાહ્મણ પાસે પાછી ગઈ પણ તેણે કાંઈ દાદ દીધી નહિ, એટલે બિચારી રોતીકકળતી પાછી ફરતી હતી તેવામાં માર્ગમાં એક મરેલા બાલકને પડેલું દીઠું, તેથી તેના ઉપર દયા લાવી તેને રમાડવાને તેની આગળ રોવા બેઠી.

એ રાજાનું બાળક હતું, ને તેને કોઈએ મારી નાખ્યું હતું, પણ ચોકીવાળાઓએ એ સ્ત્રીને જ એની મારનાર ઠરાવી પકડી. એને મરણાંત શિક્ષાનો હુકમ થયો. છોકરાને બાળવાનો કર ભરવા લેવા ગયેલી તારામતી સ્મશાનમાં પોતાનો જ વધ થવા સારૂ આવી. તારામતીને પાછો કહાડનાર આ વખતે પાછો એનો વધ કરવા સારૂ તરવાર લઈ ઉભો રહેનાર હરિશ્ચંદ્ર પોતેજ હતો. હવે દુઃખની સીમા આવી, તારામતિએ હરિશ્ચંદ્રને, ને હરિશ્ચંદે તારામતીને ઓળખ્યાં, મૃત પુત્રને પણ રાજાએ જોયો. શ્રાવણ