પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨
બાલવિલાસ.

સર્વવ્યાપી ચેતનની એકતાના સુખનો એક છાટોજ છે. ત્યારે એટલુંજ સિદ્ધ થાય છે કે જીવ ને પુનર્જન્મ બે માનવું એટલામાં જ ધાર્મિક થવાતું નથી, પણ જીવ માનવાથી સર્વાત્મભાવ, અને પુનર્જન્મ માનવાથી તે આત્મભાવમાં ઉમેરાતો અતુલ પ્રેમભાવ, એ જેનામાં એકાકાર સિદ્ધ હોય તેજ ખરાં ધાર્મિક કહેવાય.

               ------
પ્રવૃત્તિ-ભાગ ૧

હિતોપદેશમાં કહ્યું છે કે “ બુદ્ધિમાને, વિદ્યા, અને અર્થ એ બે વસ્તુ પાછળ પોતાને કદી મરવું નથી એમ સમજીને મંડયા રહેવું; અને અત્યારેજ મૃત્યુએ આવીને ગળું ઝાલ્યું હોય, અને જેમ ધર્માચરણ કરવા બેશીએ, તેમ નિત્ય કર્યા જવું” આ વાક્યનો અર્થ બહુ સારી રીતે લક્ષમાં ઉતારવા જેવો છે.આપણે જીવીએ છીએ, તેમાં કેટલાં વર્ષ જીવ્યાં એ ઉપરથીજ આપણા આવરદાનું લાંબા કે ટૂંકાપણું નકકી કરાય છે; પણ ખરી વાત એવી નથી. કેટલાંક વર્ષ સુધી ખાઈ પીને સુઈ રહેવામાંજ જીવ્યું કહેવાતું હોય તો પથરા પણ જીવે છે, ઝાડ પણ જીવે છે, પશુ પણ છે છે. પણ એ બધાંના કરતાં માણસનું જીવવું કઈક બીજી જાતનું છે, ને તે પ્રમાણે જ્યારે જણાય ત્યારે જ તેનું જીવ્યું ખરેખરું જીવ્યું કહેવાય. માણસ જેટલું કામ કરે ને તેમાં પણ જે કામ વધારેમાં વધારે સમય સુધી રહે એવું કરે, તેટલું તેનું જીવ્યું કહેવાય. મરી જવું એવો તે ઓ જગતનો સ્વભાવજ છે. વર્ષ વર્ષ, દિવસે દિવસે, કલાકે કલાકે, મિનિટે મિનિટે, દરેક વસ્તુ બદલાતી જાય છે, ને ઉખાણો કહે છે તેમ “મા જાણે મહોટું થાય છે, ને આવરદામાંથી ઓછું થાય છે." એવો જે મરવાનો સ્વભાવ છે તેમાંથી જીવ્યું તેજ ગણાય કે જે કાંઈક અમર કામ કરીને મૂકી જાય. આ વાત લક્ષમાં રાખીને જ કહ્યું છે કે વિદ્યા અને અર્થ એટલે દ્રવ્ય તેને જેટલાં ભેગાં થાય તેટલાં કરવાં. તેમને ભેગા કરતી વખતે એમ ન જાણવું કે “આપણે શું કામ છે?" "કાલે ઉઠીને મરી જવું છે,” "શા જીવ્યા માટે ?" પણ એમજ જાણવું કે આપણે કોઇ દિવસ મરવું નથી, આપણે તો અમરપટો લઈને જ આવ્યા છીએ; માટે જેટલી વિદ્યા અને જેટલું દ્રવ્ય ભેગું થાય તેટલું કરવું. પણ આ પ્રમાણે વિદ્યા અને દ્રવ્ય ભેગાં કરવામાં ગાંડાં ન થઈ જવું, ને ગમે તેવાં દુષ્ટ કર્મથી પણ તેને ઘસડી લાવવા ન મથવું. કેવલ સદ્દવૃત્તિથી ઉદ્યોગ