પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩
પ્રવૃત્તિ.

કરવો, આળસમાં ન રહેવું, ને જે મળે તેથી સતિષ માનવો, જરા પણ અસદાચાર ન કરવો. તે માટે તુરતજ ઉમેર્યું છે કે જેમ મૃત્યુએ આપણું ગળું પકડયું હોય, આપણે અત્યારેજ મરણની પથારીએ પડયાં હોઈએ, તેમ માની ધર્મ ઉપર દષ્ટિ રાખવી. એટલે કે વિદ્યા અને અર્થ પ્રાપ્ત કરવાનો ઉદ્યોગ કરતી વેળા આપણે કદી મરવું નથી એમજ ધારવું, અને તે બે વસ્તુ પ્રાપ્ત કરવામાં જ્યારે પણ કશો અસદાચાર કરવા વેળા આવે ત્યારે “શા જીવ્યા માટે એમ કરવું,” એ વાકય સંભારી ધર્મ ઉપર નજર કરવી. આવો જે ઉપદેશ કર્યો છે તેનો હેતુ શો છે? વિદ્યા અને અર્થ પ્રાપ્ત કરવામાં ન્યૂનતા ન રાખવી, અને મરી જવું છે એ વાત ભૂલી જઈ અધર્મ ન કરવો, આમ કહ્યાની મતલબ એ છે કે વિદ્યા અને અર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી નિરંતર ઉદ્યોગ કર્યા કરવો; એ ઉદ્યોગથી વિદ્યા અને અર્થ મળે કે ન મળે તે વખતે હર્ષ ખેદ પામવો નહિ, પણ તે વખતે મરવું છે એ વાત સ્મરણમાં આણી, કોઈ આડે માર્ગે વિદ્યા અને અર્થ મેળવવાનું મન થતું હોય તો તેને અટકાવવું. કોઈ પણ ઉદ્યોગનું ધાર્યા પ્રમાણે ફલ થવું એ માણસથી સર્વદા બનતું નથી, તેમ ઘણી વાર એવું પણ દેખાય છે કે કશો ઉદ્યોગ કરેલો ન હોય તો પણ કઈ અદ્ભુત ફલ આવી મળે છે. એટલે કે અમુક વાત માટે ઉદ્યાગ કરવાથી તે વાત સિદ્ધ થશેજ એમ કાંઈ કહી શકાતું નથી, પણ તેટલા માટે એવું સિદ્ધ થતું નથી કે ઉદ્યોગ ન કરવો. ઉદ્યોગ અથવા પ્રવૃત્તિ એજ આખા વિદ્યાનો નિયમ છે અથવા સ્વભાવ છે. એક ક્ષણવારમાં આખા જગતના સર્વ પદાર્થો કોઇને કોઈ જાતનો વિકાર (=ફેરફાર) અનુભવે છે. આપણા શરીરમાં પણ ક્ષણે ક્ષણે વિકાર ચાલ્યા જ કરે છે, આપણા વિચાર પણ તે જ નિયમને અનુસરે છે. સુર્ય, ચંદ્ર, તારા , પૃથ્વી, ગ્રહ, સર્વે એક ક્ષણ પણ વીસામો લીધા વિના પોતપોતાનું કામ કર્યાજ જાય છે. જેટલી જેટલી વસ્તુ છે તેમની કોઈ, કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ કર્યા વિના રહેતી નથી. જે માણસ એમ ધારે છે કે હું ઉદ્યોગ નથી કરતો, હું પ્રવૃત્તિમાં નથી, હું તો નિવૃતિમાં છું, ત્યાગી છું, વિરાગી છું, તે પણ આ નિયમથી છૂટી શકતો નથી. તેના શરીરમાં લોહી નથી ફરતું ? તેને ભુખ નથી લાગતી? તેને નિંદ્રા નથી આવતી? હાલતો ચાલતો નથી? તેનું મન વિચાર કરતું નથી? ને છેવટે તે દિવસે દિવસે વૃદ્ધ થઈ મરી જતો નથી ? જો આ બધું થતું હોય તો હું “ કાંઈ કરતો નથી " એમ જે તેનું કહેવું છે તે ખોટું છે. એક રીતે “હું કાંઈ કરતો નથી.”