પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯
પુણ્ય-પાપ.

પુણ્ય-પાપ.

दया धर्मको मूल है, पाप मूल अभिमान ।
तुलसी दया नव छांडिये जबलग घटमें प्रान ।

એક પ્રવાસીને કોઈએ પુછયું કે તમે પ્રવાસ ઘણો કરેલો છે એટલે કહી શકશો કે આ જગતમાં લોકની કેટલી જાતે છે? તેણે ઉત્તર આપ્યું કે, બેજ; સ્ત્રી અને પુરૂષ. આ ઉત્તર સર્વને બહુ સમજવા જેવું છે, ને એ પ્રવાસીએ તો બે કહી, પણ “માણસ” એમ એકજ કહી હોત, તો પણ વધારે યોગ્ય ગણાત. જે એમ જાણે છે કે અનેક રૂપરંગ, રીતભાત, દેશ પરદેશ, ગમે તે રીતે પણ જુદાં જુદાં જણાતાં માણસ માત્ર એક રૂપ જ છે, સર્વમાં એનો એજ આત્મા રહેલો છે. ભેદ એ વાત જ ખોટી છે, આમ જે જાણે છે તેને સ્ત્રી કે પુરુષ એમ બે જાતિ પણ કયાં રહી? તેને તો માણસ એ એકજ જાતિ રહી; એટલું જ નહિ પણ સર્વવ્યાપી આત્માને ઓળખ્યો ત્યારે તો પશુ, પક્ષી, કીટ, પતંગ. વૃક્ષ, પાષાણ, સર્વે તેને એક સરખાં જ જણાવાં જોઈએ. આત્મભાવમાં સગાઈ નથી, નાત નથી, વતન નથી, દેશ નથી, ભેદ નથી -:આમ બોલવાનો અર્થ જ્યાં સુધી આપણે વ્યવહારમાં છીએ ત્યાં સુધી તો એટલો જ છે કે આત્મભાવ સમજનારને મનમાં કોઈથી ભેદ નથી, પછી વ્યવહારને લીધે શરીરથી ભેદ રાખવો પડે તે એક જુદી વાત છે. મનથી ભેદ નથી એમ કહેવાનો અર્થ પણ એજ કે આપણે પોતે જેવી રીતે સુખને ઈચ્છીએ છીએ, દુઃખને પરહરીએ છીએ, તેવી રીતે સર્વે ઇચ્છે છે, પરહરે છે; ને એટલા માટે જે સુખ કે દુઃખથી છૂટાં રહેવાની શક્તિ, આપણને હોય તે બીજાને પણ ભગવાવીએ. આમાં પણ વિવેક એટલોજ રાખવાને છે કે સુખ શાને ગણવું? કેમકે નહિ તો કેવલ ક્ષણિક અને પરિણામે દુઃખરૂ૫, એટલે જેમ તેમ કરી સુખરૂપે કલ્પેલા, એવા આવેશથી અંધ થઈ આપણે આપણને અને બીજાને સારાને બદલે નઠારું કરી બેસીએ. જે નિત્ય ચાલે તેવું સુખ જેટલું આપણે ભેગવતાં હોઈએ, તેવું અને તેટલું બીજાને ભોગવાવવું એજ અભેદ, એજ આત્મભાવ, એનું જ નામ પુણ્ય, વ્યવહાર ને પરમાર્થ, સર્વત્ર એવો નિયમ છે કે વસ્તુનું મૂલ્ય તેને માટે જે આપવું પડયું હોય તે પ્રમાણે થાય છે. આપવું પડે તે પૈસાજ હોય એમ નહિ,