પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫
શાન્તિ

જોઈએ તો એ જ છે કે આપણને જે જે રોગ થાય છે, તે એ ચાલતા નિયમમાં આપણે કાંઈક અવ્યસ્થા કરી હોય તેને સુધારી લેવા માટે જ થાય છે; બહારના વિશ્વમાં જે અનિયમિત બનાવો બને છે તે પણ તેવા જ હેતુવાળા છે; આપણું દુઃખ પણ સુખને માટે છે.

આખા જગતની આવી રચના અનેક નિયમોથી યથાર્થ ચાલ્યાં જાય છે, તેનો ખડખડાટ કે ગડબડાટ કોઈ સાંભળતું નથી. પણ એ નિયમ આગળ માણસ પોતે કેવો તુચ્છ, કેવો હલકો, કેવો લાજભરેલો વ્યવહાર પાળે છે! જગતના નિયમથી ઉલટું ચાલવા જાય છે ! બે માણસ ભેગાં થયાં કે તુરત કાંઇ ને કાંઈ વિરોધ ઉઠવાનો, કાંઈ ને કાંઈ કલહનું કારણ જડવાનું, ને એમાંથી એવો કોલાહલ થવાનો કે જે બધા ગામને જાણ થાય. માણસો જે જે દુઃખનાં ભોગ થઈ પડયાં છે, જે જે કષ્ટ વેઠે છે, તે બધાં પરસ્પર સબંધ બગાડવામાંથી પેદા થયાં છે. આપણે હવણાંજ જોયું કે જે નિયમથી આખા વિશ્વની રચના શાન્તિએ ચાલે છે, તે શાતિમાં જરા પણું વિઘ્ન પડે તો આખુ વિશ્વ ભાંગી પડવા વેળા આવે છે તે માણસે જ્યારે પરસ્પરમાં શાંતિ જાળવે નહિ, પરસ્પર દ્વેષ અને કુસંપ તથા ઈર્ષ્યાથી શાન્તિનો ભંગ કરે, ત્યારે તેવા માણસે જે ઘરમાં, જે કુટુંબમાં, જે ગામમાં, કે જે દેશમાં હોય, તે ઘર, તે કુટુંબ, તે ગામ, કે તે દેશ, વિનાશ પામે એમાં આશ્ચર્ય નથી. માણસનો સ્વભાવ એવો છે કે તે એકલું રહી શકતું નથી. તેને એકલા ગમતું નથી એટલું જ નહિ, પણ તેના શરીરનું અને મનનું બંધારણ એવું છે કે તેને જે જે અપેક્ષા થાય છે તે તે પોતે એકલું જ પૂરી કરી શકતું નથી. પોતાને ખાવા, પીવા, ઓઢવા, પહેરવા જે જે વસ્તુઓ જોઈએ, અને તે વસ્તુઓ મેળવવા માટેનાં જે જે જુદા જુદા પ્રકારના સાધન જોઈએ, તે બધું એકલું એક જ માણસ મેળવી શકતું નથી. પશુ પક્ષીને તો ઠીક જ છે, કે તેમના શરીરની સંભાળ ટાઢ તડકા વખતે કુદરત પોતે જ રાખે છે, તેમના પેટને માટે પણ ફલ ફુલ સર્વત્ર પેદા કરે છે; પણ માણસને એમ નથી. એને તે ટાઢમાં એકવાનું જોઈએ છીએ, વરસાદમાં ઢાંકણ જોઈએ છીએ, પેટને માટે અમુક પ્રકારનું ભજન જોઈએ છીએ. આટલું તે તેને જેના વિના ચાલે જ નહિ તેવી આવશ્યક વાતોમાં છે, પણ જ્યારે તેને જે ઉપભોગ કે આરામની ઈચ્છાઓ થાય છે, ને જેને પુરી કરવા માટે કરોડો માણસને કામે લગાડતાં પણ છેડો આવતો નથી, તે લક્ષમાં લઈએ ત્યારે તો માણસ શું નથી માગતું, ને તેને શું નથી જોઈતું, એ કહી શકાતું નથી. પશુ પક્ષી એવા ઉપભોગ કે આરામ