ત્યાં આનંદ પેદા કરે છે ને પૂજાય છે. પોતે સુખી થવું કે દુઃખી થવું, એ આ પ્રમાણે માણસના પોતાનાજ હાથમાં છે, કેમકે એક શાન્તિ સાચવવી એજ સર્વ સુખનો મહામંત્ર છે.
પણ આ તો શાતિને એક લાભ થયો પણ તેના જે બીજા અગણિત લાભ છે તે પણ જાણવા જેવા છે. માણસને અનેક પ્રકારની અપેક્ષાઓ થાય છે, માટે તેને જેમ બને તેમ ઘણાં માણસનો આશ્રય જોઈએ. પરસ્પરને સહાય થવાના હેતુથી જ ઘર, કુટુંબ, ગામ, દેશ, એ બંધાયેલા છે. જ્યારે શાન્તિ સચવાય છે, ત્યારે એ હેતુ સારામાં સારી રીતે પાર પડે છે, ને જે ઘર કે દેશ એવી શાન્તિવાળાં હોય તે સર્વ કરતાં ઉત્તમ પદવી ભોગવે છે. એક માણસ જાતે કાંઈ કરી શકતું નથી, પણ શાન્તિરૂપી દોરડે બાંધેલાં ઘણાં માણસ એવાં કાર્ય કરી શકે છે, કે જે આશ્ચર્યકારક ગણાય છે. ચીનની દીવાલ, કે મીસરના પીરામીડથી માંડીને તે વીજળી કે વરાળયંત્રની શોધ , પર્વત જે જે વાતો મનુષ્યને આશ્ચર્ય પમાડે છે, તે શાન્તિથી પરસ્પરને સહાય થનાર મનુષ્યોનાં પ્રયત્નથી થએલી છે. જેમ જેમ માણસો પરસ્પર શાતિ રાખી સહાય થતાં જાય છે, તેમ તેમ જગતને સુખી કરવાનાં અનેક નવાં નવાં સાધન બહાર આવતાં જાય છે. તમે બધાએ ડોસાની અને તેના દીકરાની વાત સાંભળી હશે જ. લાકડીઓની આખી ભારી કોઈથી ભાગી શકાઈ નહિ, પણ અકકેકી તુરત ભાગી ગઈ, તેમ ઘણાં માણસનું બલ કે પ્રયત્ન ભેગું થાય તો તેને કોઇથી સહજમાં અટકાવી કે તોડી શકાતું નથી. પણ એક જ માણસના બલ કે પ્રયત્નથી કશું નીપજતું નથી, તેને કેઈપણ સહજમાં તોડી પાડે છે. મનુષ્યએ પરસ્પર સહાય થવું એ તો એક પોતાના તેમ સર્વના સુખ માટે અવશ્ય કરવાનુંજ છે, પણ આખી મનુષ્યજાતિના કોઈ ઉત્તમ સુખનો હેતુ સર્વદા લક્ષમાં રાખી પ્રયત્ન કરવામાં શાન્તિથી મંડયા રહેવું એ જેટલું ઉત્તમ, માન આપનારું, અને પોતાને સંતોષ પેદા કરનારું છે, તેટલું બીજું કાંઈ નથી. જે જે મહાન વાતો સિદ્ધ થઈ છે, તે એવા મનુષ્યથી જ થઈ છે. જેમ આખા મનુષ્યવર્ગનું છે, તેમ એક એક કુટુંબનું કે એક એક ઘરનું છે. પોતાના કરતાં આખા ઘરના કે કુટુંબના ઉત્તમ સુખને લક્ષમાં રાખી શાંન્તિથી જ વર્તવામાં જ સર્વ સુખ સંભવે છે. જ્યારે કોઈપણ કામમાં લાગેલાં ઘણાં માણસનું મન એક જ સરખી વાત ઉપર હોય ત્યારે તે કામ સારૂ થાય છે, તેમ કોઈ પણ ઘરનાં, કે કુટુંબનાં કે દેશનાં માણસ જ્યાં સુધી પરસ્પર શાન્તિ રાખવામાં, સુખ પામવા માટે, એક મતનાં થતાં નથી, ત્યાં સુધી તે ઘર કે કુટુંબ કે દેશ