પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
બાલવિલાસ.

ગુરૂભક્તિ-ભાગ ૨.
૧૪.

માબાપને જે ભક્તિ ઘટે છે તેજ તેમના જેવાંજ સ્વાર્પણ કરનારા માનુષ્યોને પણ ઘટે છે. મહા પંડિતો, કવિઓ, શોધકો, તત્વજ્ઞાનીઓ, પરાક્રમી મનુષ્ય, ઉદાર, દાનેશ્વરીઓ, એવાં અનેક પ્રકારનાં સ્ત્રી પુરુષ થઈ ગયેલાં છે; કોઇની વિખ્યાતી જુગોજુગ ચારે ખંડમાં ચાલે છે, કોઈની થોડો ઘણો કાલ એક દેશ કે ગામમાં પણ પ્રસરે છે. એવાં સ્ત્રી પુરષની ભક્તિ સર્વદા રાખવી. એ ભક્તિ આપણે તે મનુષ્યનાં શરીરની કે તેમનાં હાડચર્મની કરતાં નથી, તેમનાં સ્થુલ શરીર ગમે તેવા કષ્ટમાં કે દોષમાં હોય તેનું આપણે કાંઈ કામ નથી, પણ તેમનાં નામ જે મહાગુણથી પ્રખ્યાત છે તે ગુણોની આપણે ભક્તિ કરીએ છીએ, અને એમ કરતાં તેવા ગુણની છાયા આપણામાં પાડી તેવાં ગુણવાળાં થવાને માર્ગે ચઢીએ છીએ. જે માણસ કાંઈ વખાણી શકતાં નથી, તેમણે પોતાનો સુધારો કરવાનું સારામાં સારૂ સાધન ખોયું છે એમ જાણવું. વસ્તુમાત્ર ગુણ અને દોષ ઉભયથી ભરેલી હોય છે. પણ દોષ ઉપર દાનાં માણસ નજર કરતાં નથી, ગુણમાત્રને જોઈ તેની ભક્તિ કરે છે. બીજાને માન આપવામાં આપણે આપણને પોતાને જ માન આપીએ છીએ, કેમકે તેમ કરવાથી તેનામાં જે ઉત્તમ ગુણો માન અથવા ભક્તિને પાત્ર છે તેને સમજવાની આપણામાં શક્તિ છે, ને તેથી આપણે તેવા ગુણવાળાં અથવા તેવા ગુણને માર્ગે ચઢેલાં છીએ એમ સિદ્ધ થાય છે.

ભક્તિને જાતિ એટલે સ્ત્રી પુરુષ કે વય એટલે નાનું મહોટું તેની સાથે કાંઈ સંબંધ નથી. એમ છતાં ઘણી વાર વય પણ માનને પાત્ર છે. પણ તેનું કારણ એટલું જ છે કે જેટલાં વર્ષ કોઈ માણસે ગાળ્યાં હોય તેટલામાં તેણે કોઈ ઉત્તમ ગુણ પ્રાપ્ત કર્યો હશે, કાંઇ નહિ તો અનુભવથી પણ ઘણી કુશળતા અને સુશીલતા મેળવ્યાં હશે, એટલે તેનું વય માનને પાત્ર છે એમ મનાય છે. જેમ વયને માન મળે છે તેમ સમૃદ્ધિ અથવા અધિકારને પણ મળતું દીઠામાં આવે છે, પણ તેમાંએ તાત્પર્ય એટલુંજ છે કે સમૃદ્ધિવાન માણસ પોતાની સમૃદ્ધિથી બીજાના કલ્યાણને સાધશે, અને અધિકારવાળો પોતાના અધિકારથી ન્યાયને વૃદ્ધિ પમાડશે, એટલે બન્નેમાં માન કોઈ ગુણનેજ મળે છે, છેવટ કુલીનતા પણ એક પ્રકારનું માન પામતી દેખાય છે, પણ તેમાંએ વાસ્તવિક રીતે માન માત્ર ગુણનેજ છે, કેમકે