પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૬
બાલવિલાસ

ભોગ આપે છે: અથવા ઉપદેશ આદિ કામમાં સામાને પીગળાવી નાંખે તેવો પ્રેમ વરસાવે છે; એ બધું સ્ત્રીઓથી થાય છે, તેમનાજ ખાસ ગુણોથી સાધી શકાય તેવું તે કામ છે; ટુંકામાં કહીએ તો આ સંસારના હાથપગ પુરૂષ છે, સંસારનું હદય સ્ત્રીઓ છે. સ્ત્રીઓનાં કામ તેથી જ અંતરનાં છે, ગુપ્ત છે; પુરૂષનાં કામ બાહ્ય છે, પ્રસિદ્ધ છે. સ્ત્રીઓનું રાજ્ય ઘરમાં છે, પુરૂષનું ઘર બહાર છે. સ્ત્રીઓ સાચવે છે, કેળવે છે, ભોગવે છે, ભોગવાવે છે, પ્રેરણ કરે છે, ઉત્સાહ વધારે છે; પુરૂષો મેળવે છે, લાવે છે, અનુભવે છે, કરી બતાવે છે, સાહસથી બહાર પડે છે. પોતપોતાના ગુણોને લીધે સ્ત્રીઓ અને પુરૂષો આ પ્રમાણે કરી શકે છે. એટલુંજ નથી, પણ તેમનાં શરીર પણ તેજ ગુણોને લીધે જે કામ કહ્યા તેને માટે જ જોઈએ તેવાં ઘડાયેલાં છે, આ પ્રમાણે ગુણથી, શરીરથી, કામથી, જે વિભાગ પડેલા છે, તેમાં જ રહીને જો સ્ત્રી પુરૂષ પરસ્પર સંસાર વહે તો આ દુઃખી સંસાર બીજું સ્વર્ગ થઇ રહે, ને કંકાસનું મૂળ નીકળી જાય.

હવે તમે તમારું સ્વરૂપ સમજી શકયાંજ હશે. સ્ત્રીઓને જે દેવતા રૂપી કહી તે ખરું છે કેમકે તેમના વિના સંસારમાં મીઠાશ આવત નહિ, તેમની સાચવણી વિના કશું પોષાત નહિ, તેમની પ્રેરણ વિના પુરુષે ઉભા થઈ દોડ ધામમાં પડત નહિ. પુરુષો તેમના ગુરુ છે એમ કહ્યું તે પણ યથાર્થ કહ્યું છે કેમકે સર્વત્ર મુખીપણું કરવાનું કામ તેમનું છે. પેદા કરવું, લાવી આપવું, કરી આપવું, એ બધું તેમને ભાગ આવેલું છે. સ્ત્રીઓથી તે થઈ શકે એવું નથી, માટે સ્ત્રીઓ સર્વદા એ વાતમાં તેમના મુખી પણ નીચે વર્તનારી છે. આમ પુરુષો સ્ત્રીઓના ગુરૂ છે, સ્ત્રીઓ તેમની દેવતા છે, આવો પરસ્પર સંબંધ સમજી, તમારે તમારા પોતાના જે ગુણ છે તેને કેળવવા માટે સર્વદા કાળજી રાખવી, કે મહોટપણે તમે ઉત્તમમાં ઉત્તમ સન્નારી થાઓ, ઉત્તમમાં ઉત્તમ ભગિની, ઉત્તમમાં ઉત્તમ પત્ની, ઉત્તમમાં ઉત્તમ માતા થાઓ.

પત્ની ધર્મ-ભાગ ૧.
૧૬.

પત્ની ધર્મ એટલે પત્નીના ધર્મ-પત્ની એટલે અમુક પુરૂષને પરણેલી સ્ત્રી; તેણે તેના પતિ સાથે કેવી રીતે વર્તવું એ વિષયના વિચારને પત્ની