પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રસ્તાવના.

જે પુસ્તકને પ્રથમ એના કર્તા તરફથી માત્ર દોઢ પાનાની જ પ્રસ્તાવના લખવામાં આવી હતી, એને આજ બીજી લાંબી પ્રસ્તાવનાની ખાસ જરૂર જણાતી નથી.

આ પુસ્તકની જ્યારે પહેલી આવૃત્તિ બહાર પડી તે વખતે ધર્મશિક્ષણની આવશ્યક્તા જનમંડળના મનમાં હાલના જેટલી તીવ્ર અનુભવાતી ન હતી. આજ આ આવશ્યકતા રાજા પ્રજા ઉભય તરફથી-પ્રજા તરફથી તો ઉચ્ચ સ્વરે સ્વીકારાય છે, અને એની શક્યતા વિષે પણ બનારસ સેન્ટ્રલ. હિન્દુકૉલેજ, દયાનંદ સરસ્વતિ કૉલેજ અને અલિગઢ મેહોમેડન કૉલેજની ફતેહમંદી જોતાં, કાંઈ સંદેહ લેવા જેવું રહ્યું નથી, પણ આ સર્વ સંસ્થા પ્રજાનિર્મિત છે; પ્રજાનિર્મિત સંસ્થાઓ હજી હિન્દુસ્થાનમાં બહુ ઉત્પન્ન થતી નથી, થવામાં પ્રતિબંધ ઘણા છે, અને તેથી ધર્મશિક્ષણ શીઘ્ર અને સારી રીતે વિસ્તારવા માટે રાજયે એને ઉપાડી લેવાની જરૂર છે.

પરંતુ દિલગીરી સાથે કહેવું પડે છે કે આપણાં દેશી રાજ્યો તો અંગ્રેજ સરકારને પગલે વગલે-અને તે પણ દૂર પાછળ પાછળ-ચાલે છે; એટલે જ્યાં સુધી અંગ્રેજ સરકાર તરફથી આ બાબતમાં કાંઈ પગલું ભરવામાં ન આવે ત્યાં સુધી તેઓમાં આ સંબંધી કાંઇ પણ કર્તવ્યબુદ્ધિ ઉપજે એમ લાગતું નથી.

અંગ્રેજ સરકાર પણ હાલ આ કામ હાથમાં લે એમ હાલની સ્થિતિ જોતાં તો બિલકુલ સંભવ જણાતું નથી. પ્રજાની આ વિષયમાં પુષ્કળ લાગણી હોય અને ધર્મશિક્ષણ કેવા સ્વરૂપમાં અને કેવી રીતે દાખલ કરવું એ સંબંધી સવિશેષ સૂચના સાથે પૂર્ણ આગ્રહથી માગણી કરવામાં આવે તો કદાચ લે, પણ અત્યારે તો આ મનોરાજ્ય માત્ર છે.

આવી નિરાશાજનક સ્થિતિમાંથી બહાર નીકળવાનો માત્ર એક જ માર્ગ છે; રાજ્ય ઉપરનો સર્વ આશ્રય છોડી, પૂર્ણ ઉત્સાહ, સદાગ્રહ, અને ડહાપણ પૂર્વક પ્રજાએ આ વિષયમાં સ્વકર્તવ્યપરાયણ થવું--અને નિશ્ચય રાખવો કે જેમ રાજા પ્રમાણે પ્રજા તેમ પ્રજા પ્રમાણે રાજા હોય છે.

ધર્મ એ મનુષ્યને પોતાનું તેમ જ જગત્ નું રહસ્ય અનુભવાવે છે એટલું જ નહિ, પણ, એની સર્વ પ્રવૃત્તિઓને અર્થવાળી કરે છે. એવડે જ એનો આત્મા એનું જગત , એની સકલ દષ્ટિ ક્ષુદ્ર અને સંકુચિત મટી