પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧
વ્રત.

વાક્ય ગુરુના બોધ જેવું છે, ને પુરાણ કે તંત્રનું વાકય મિત્રની શિક્ષા જેવું છે.

જે જે વ્રત આદિ પળાય છે તેનું મૂલ શાસ્ત્રમાં હોય છે, પણ તેનો હેતુ આપણને પરમ સુખે પહોંચાડવાનું હોય છે, એટલે ટૂંકી નજરથી એતો “જૂના ગપાટા છે” કે “વેહેમ છે.” એમ કરી તેમનો તિરસ્કાર કરવો યોગ્ય નથી. માણસો જે જે કરે તે કર્મ, અને અમુક સમય સુધી અમુક નિયમ રૂપે જે સ્વીકારીને કરે તે વ્રત, આવો કાંઈક ભેદ છે. નિત્ય નૈમિત્તિક અને કામ્ય, એવા કર્મના ત્રણ ભેદ છે; તેમ વ્રતના પણ છે. કર્મમાં અને વ્રતમાં મહોટો અંતર એ છે કે, વેદ અને સ્મૃતિથી જે આજ્ઞાઓ થયેલી છે તે પ્રમાણે કરવાનાં તે કર્મ કહેવાય છે, અને સ્ત્રીઓનું જુદુ ધર્મ કૃત્ય નથી માટે તેમને પુરાણ પ્રમાણે કરવાનું તે વ્રત કહેવાય છે. સ્ત્રીઓનું જુદુ ધર્મ કૃત્ય નથી એને અર્થ એવો નથી કે સ્ત્રીઓને કાંઈ કરવાનું નથી. સ્ત્રીઓને તો એક મહાકાર્ય કરવાનું છે, ને તે યથાર્થ રીતે થાય તે ઉપર આખા ઘરના અને આખા સંસારના સુખનો આધાર છે. શ્રી ભગવાન મનુએ કહ્યું છે કે “પોતાનું એટલે પતિનું અને તેના પિતૃનું સ્વર્ગ જવું તે પત્નીને આ ધીન છે,” આમ કહેવાનો હેતુ એ છે કે પુરુષ જો સ્ત્રી પરણે તો જ ધર્મ કર્મ કરી શકે, ને તેમ કરે ત્યારે જ પોતાનો અને પિતૃનો મોક્ષ થાય. સ્ત્રીને જુદુ ધર્મકૃત્ય નહિ એટલે એમ કે તેનાથી પતિનાથી જુદાં રહી કશું થાય નહિ. જેમ પતિથી તેના વિના થતું નથી; તેમ તેને ધર્મ તેના પતિના ધર્મમાંથી જ સધાય છે. એ માટે જ પરણેલી સ્ત્રીને સહધર્મચારિણી કહે છે. સ્ત્રીનો સમગ્ર ધર્મ, તેનાં સર્વ વ્રત, તેનું પૂર્ણ કલ્યાણ, તેનો મોક્ષ તેના પતિને સંતોષવામાં રહેલો છે. તેથી જ તે પતિદેવતા–પતિને પોતાનો દેવ ગણનારી - કહેવાય છે; ને શ્રી ભગવાન મનુ પણ નિશ્ચયપૂર્વક કહે છે કે “પતિ એ જ સ્ત્રીને એક જ ગુરૂ છે.' ને ઉમરે છે કે “તેની આજ્ઞા વિના વૃતાદિક કરવાથી તેને દોષ છે,” ધર્મકર્મથી અમુક પુણ્ય ઉદય થાય છે, પણ તે રીતે ઉપાર્જન કરવાનું કામ, જેને ઉદરપોષણ ઉપાર્જન કરવાનું છે, તેમ પુરૂષનું છે.

પ્રાપ્ત કરેલાં દ્રવ્યને જેમ સ્ત્રી સારી રીતે અવેરી પતિને અત્યંત સંતોષ પમાડી, તેના પ્રાપ્ત કરેલામાંથી અર્ધ કે સર્વને ભોગવે છે તેમ તેના પ્રાપ્ત કરેલા ધર્મમાંથી પણ પતિની પૂજા કરવાથી, તે અર્ધ કે સર્વ પામે છે. ત્યારે એ જ કે સ્ત્રીને જુદુ ધર્મકર્મ નથી, તેને ગુરુ કરવાની કે વ્રત કરવાની પણ અપેક્ષા નથી, પતિ એ જ તેનો ગુરૂ, તેનો ધર્મ, તેનું સર્વસ્વ છે. વેદમાં કહેલા કર્મ સ્ત્રીને ઘટતાં નથી; તેને કોઈ પુરાણોક્ત વ્રત પણ