પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨
બાલવિલાસ.

પતિની આજ્ઞા વિના ઘટતાં નથી. પોતાની મેળે કરવાની તો તેને કેવલ પતિની આરાધના જ છે. ને જે વ્રત એ આરાધનાને ઉપયોગનું હોય તે વ્રત, પતિની આજ્ઞાથી કરવું. જ્યાં સુધી કન્યા હોય ત્યાં સુધી પતિને બદલે મા બાપની આજ્ઞાથી વર્તવું.

વ્રત-ભાગ-૨
૧૯

કેટલાંક વ્રતનું વર્ણન કરીએ. નિત્ય એટલે જે કર્યા વિના ચાલે જ નહિ એવાં પ્રતિદિવસ કરવાનાં, નૈમિત્તિક એટલે કોઈ પ્રસંગને લઈને કરવાનાં, અને કામ્ય એટલે કોઈ ઈચ્છાને લઈને કરવાનાં, એમ ત્રણ પ્રકારનાં વ્રત છે. તેમાં જે નિત્યવ્રત છે તેનો હેતુ માત્ર શરીર અને મનની શુદ્ધિ કરવાનો છે, કે એમ થવાથી પોતાનાં જે મુખ્ય કામ છે તેમાં વધારે સારી પ્રવૃત્તિ થાય, શરીર રોગી હોય, કે મલિન હોય, તો મન પણ ભારે લાગે છે; ને મનમાં કોઈ વિક્ષેપ કે કલેષ હોય તો શરીર પણ મંદ કે રોગી થઈ પડે છે. આમ છે એટલે મન અને શરીર બેની શુદ્ધતા રાખવાની અપેક્ષા છે. મન અને શરીરની શુદ્ધિ માટે સારા સંસર્ગની અપેક્ષા છે. જેવી સંગતિ, જેવા આપણી પાસેના સબંધ, તેવું શરીર થાય છે, ને તેવા વિચાર પેદા થાય છે. શરીરને વિશેષ અસર આહાર વિહારથી થાય છે, મન ઉપર વિશેષ અસર વિચારથી થાય છે. આહાર, વિહાર, સંસર્ગ, વિચાર એ ચાર વાત ઉપર ધ્યાન રાખવાથી શરીર અને મને શુદ્ધ થાય છે, ને તેમ થવાથી મનનું સાંકડાપણું અથવા તેમાનો અભિમાન નાશ પામે છે, અભિમાન નાશ પામે ત્યારે પુણ્યની વૃત્તિ થાય છે, અથવા પ્રેમભાવ ઉદય પામે છે, ને તે પ્રેમભાવ સર્વત્ર એકાત્મભાવ રૂપે પરિપક્વ થઈ, મોક્ષ આપે છે.

જે નિત્ય કરવાનાં વ્રત છે તેનું આવું સ્વરૂપ છે, તે કરવાનું કામ સ્ત્રીપુરૂષ સર્વને સરખું જ આવશ્યક છે, પણ સ્ત્રીએ તેમાં પોતાના પતિની સહાય અને શિક્ષા લેવી લાભકારી છે, કેમકે તે જ તેને ગુરૂ છે. આવાં નિત્યકર્મનો સમાસ યમ અને નિયમ એ યોગશાસ્ત્રમાં કહેલા પ્રથમ અંગમાં થાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એ યમ;