પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫
સંસ્કાર.

માત્ર છ સંસ્કાર સમજાવીશું, જે જાણવાની તમારે પ્રથમ અપેક્ષા છે. એ જ સંસ્કાર તે ઉપનયન, ચારવ્રત, ને સમાવર્તન, તોપણ સંસ્કારનો ક્રમ તમારે જાણવો આવશ્યક છે. ગર્ભાધાન, પુંસવન, સીમંતોનયન, બલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન્ન, ચૌલ, ઉપનયન, ચાર વ્રત, સમાર્તન વિવાહ. જે લોકો સોળ સંસ્કાર કહે છે તે આટલા સોળ ગણે છે. ને જે પચીશ કહે છે તે બીજા નવ ઉમેરે છે; આચયણ, અષ્ટકા, ઉત્સર્ગ, ઉપાકર્મ, પંચમહાયજ્ઞ. આપણે જે નિત્ય નૈમિત્તિકને કામ્ય એવા કર્મ તથા વ્રતમાત્રના વિભાગ કર્યો છે, તે પ્રમાણે પંચયજ્ઞ તે નિત્ય, વિવાહ સુધીના સોળ નૈમિતિક, ને બીજા કામ્ય છે. એ સર્વનો અર્થ આગળ સમજાશે.

ઉપનયન એટલે લઈ જવું, ગુરૂની પાસે લઈ જવું તે. એ સંસ્કાર બ્રાહ્મણને આઠમે વર્ષ, કે પાંચમે વર્ષે પણ કરાય છે; ને સોળવર્ષ પહેલાં જ કરવો જોઈએ. ક્ષત્રિયને અગિઆરમે વર્ષ, વૈશ્યને બારમે વર્ષ, તેમ તે બન્નેને વીશ અને ચોવીશ પહેલાં, કરવો જોઈએ. પુરૂષને માટે આ નિયમ છે, પણ સ્ત્રીઓને તો ઉપનયનનો સંસ્કાર કરવાનો હોતો નથી, એટલે તેમને એ નિયમ લાગતું નથી. સ્ત્રીઓને એ નિયમ કેવી રીતે લાગુ કરાય છે, તે આ સંસ્કારનું ટુંક વર્ણન કરી રહ્યા પછી બતાવીશું. બાલકનો પ્રથમ ગુરૂ તેનો પિતા છે. તે પિતાના પુત્રને ગાયત્રીને ઉપદેશ આપી, તેને ગુરૂને સોપે છે. પિતા પાસેથી ઉપદેશ લઈ, પિતાના વર્ણ પ્રમાણે સૂત્રનું, કે મેષના ઉનનું, યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરી, પિતાના વર્ણ પ્રમાણે દંડ મેખલા ધારણ કરી, બાલક ગુરૂ પાસે આવે છે. ગુરૂ એને ચાર વ્રતનો ઉપદેશ પોતાના મંત્ર સહિત કરે છે, ને પછી પોતાની સાથે, એ વ્રત પળાવવા માટે, શિષ્યને લઈ જાય છે. તે ચાર વ્રત આ પ્રમાણે -બ્રહ્મચારી રહેજે; સત્ય બોલજે, સંધ્યાવંદનાદિ ભિક્ષાસાહિત કરજે, વિદ્યા વેદ-ભણજે. આ ચારે વ્રત ઘણામાં ઘણાં છવીસ ને થોડામાં થોડાં નવ વર્ષ સુધી પાળવા પડે છે, તે તેટલો સમય ગુરૂ પાસે રહેવું પડે છે. જ્યારે અભ્યાસ થઈ રહે ત્યારે ગુરૂની આજ્ઞા લઈ પુરૂષ ઘેર આવે છે અને પરણવાનો વિચાર કરે છે. એ પાછા આવવાનું નામ સમાવર્તન સંસકાર. આવું આ છ સંસ્કારનું સૂક્ષ્મ સ્વરૂપ છે.

બહેનો ! તમે કોઈ ઠેકાણે જનોઈ દેવાતાં જોયું છે! છોકરાને માથું મુંડી, દંડ, મુંજ, યજ્ઞોપવીત, અને ધોળાં વસ્ત્ર પહેરાવી બેસાડ્યો હોય છે, તે ગુરૂને સેંપવા તત્પર કર્યો છે; એનો પિતા તથા ગુરૂ ધંધોલીઆ માં પશી વાત કરે છે, તે એ છોકરાને ગાયત્રી; તથા ગુરુને જે આપવો