પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૬
બાલવિલાસ.

હોય તે મંત્ર, અને કહ્યાં તે ચાર વ્રતની પ્રતિજ્ઞા, એ આપે છે. પેલી પ્રતિજ્ઞાના ઉત્તરમાં રે બાઢમ્ એટલે હા કહે છે, ને પોતાનું મત આપે છે, એ છોકરો એ સમયથી એના ગુરૂના હાથમાં જાય છે, ને બ્રહ્માચારી એટલે બ્રહ્મ એવું વેદવિદ્યાનું નામ છે તે તેનો ભણનારો ને ભિક્ષા માત્ર થી નિવાહ કરનારો થાય છે. એટલા જ માટે પ્રથમ પહેલી ભિક્ષા એની માતુશ્રી કરાવે છે. પછી વરઘોડો કાઢે છે, ને પેલા છોકરાને દોડાવી પકડી લાવીને ઘોડે બેસાડી ફેરવે છે. બ્રાહ્મણભોજન થાય છે. પકડી લાવવું, ચાંલો કરવો અને બ્રાહ્મણ ભોજન કરાવવું, એ સમાવર્તન થયું; કેમકે ગુરૂને ઘેરથી વિદ્યામાં મગ્ન થયેલો શિષ્ય પાછો આવવા ના પાડે છે, ને પરણી ગૃહસ્થ થવા ઈચ્છતો નથી, તેને પકડી લાવીને ગૃહસ્થાશ્રમમાં નખાય છે. એ આનદનુંજ જમવાનું છે, ને ગૃહસ્થાશ્રમમાં ઉપયોગ માટે દાનરૂપ ચાંલો છે.



સંસ્કાર-ભાગ-૨..
૨૧

ઉપનયન અને સમાવર્તન વચ્ચે નવથી તે છત્રીશ વર્ષ સુધીનો સમય જવો જોઈએ. શાસ્ત્ર કહે છે કે જેવો જોઈએ માટેજ નહિ, પણ તેમ ન થાય તો વિદ્યાભ્યાસ પૂરો થાય જ નહિ, માટે જવો જોઈએ. તે પણ માબાપનાં લાડ અને લાલનપાલનથી દૂરજ જેવો જોઈએ, કે છોકરું પોતાના ઉપર આધાર રાખતાં શીખે; ને તેમ કરતાં પણ ગુરૂની દષ્ટિ તળે રહે એટલે શુભ ફલજ પામે. વળી એ વિદ્યાભ્યાસ ભેગું પિતાએ ઉપદેશ કર્યા પ્રમાણે તથા ગુરૂએ ઉપદેશ કર્યા પ્રમાણે ધર્માચરણ પણ રાખવુંજ પડે, એટલે જે જે દુષ્ટ આચારવિચાર છે તેમાં એનું મન કદાપિ પડે નહિ. વળી બ્રહ્મચર્ય પાળવું પડે, એટલે કે પોતાના મનમાં કશો વિચાર પેદા થઇ નઠારું કામ કરવાની વિષયવાસનાજ પેદા ન થાય એમ વર્તવું પડે, તેથી એનું શરીર આરોગ્ય રહે, અને એના મનને ગમે તે નિશ્ચય પણ પૂર્ણ કરવાનું બલ આવે, અને એમ કરવાથી એને આત્માનો અનુભવ થાય, તથા વિદ્યા યથાર્થ ફલ આપે. શરીરમાં જેટલું જેટલું બલ છે, મનનો અને બુદ્ધિનો જેટલો જેટલો મહિમા છે, ને એ બે ઉપરાંત ધર્મ અને પુણ્ય ઉપર વૃત્તિ વળગવા રૂપ પ્રેમ અને શ્રદ્ધા તથા વેગ પેદા થાય છે, તે બધું શાથી થાય છે ? એવી એકજ વસ્તુ છે કે જે એ બધાંને