પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨
બાલવિલાસ.

સંપન્ન પુત્ર હતો. નલ રાજા કોઈને પરણતો નહિ, ને કેાઈ કન્યા તેને રૂપ ગુણવડે મનમાનતી લાગતી હતી નહિ. એવામાં નારદ મુનિએ નલ રાજાને ઘેર આવી દમયંતીનાં રૂપગુણનું બહુ વર્ણન કર્યું તેથી નલને તે કન્યા પરણવાની અભિલાષા થઈ. એ અભિલાષાની પીડામાં ફરતો ફરતો નલ એક સમયે વનમાં ગયો, ત્યાંથી તેણે એક દિવ્ય હંસ પકડયો. એ હંસને ને નલને બહુ સનેહ થયો તે ઉપરથી તેણે નલની પીડા મટાડવા માટે દમયંતી પાસે દૂત થઈને જવાનું સ્વીકાર્યું. પણ દમયંતી યુવાવસ્થામાં આવેલી છે ને તેની પાસે પણ નારદ મુનિએ નલના વખાણ કર્યા છે તેથી તે તેના વિષે પ્રીતિવાળી થઈ છે. તેવામાં બાગની અંદર હંસ આવીને બેઠો, ને તેણે નલનાં બહુ બહુ વખાણું કરવા માંડયાં. દમયંતીએ તેને ઝાલ્યો અને તેનાથી પોતે જેને પોતાના પતિ રૂપે નિર્માણ કર્યો હતો તેનું વિશેષ વૃત્તાંત જાણું લીધું. પછી હંસ નલ રાજા પાસે ગયો, અને થોડા સમયમાં તમારા ઉપર કંકાતરી આવશે એમ કહી નલની આજ્ઞા લઈ પોતાને સ્થાને ગયો.

દમયંતીએ પોતાનાં માતા આગળ બધો વૃત્તાત કહ્યો તે ઉપરથી તેમણે દમયંતીના પિતા પાસે સ્વયંવર રાંચાવ્યો તેમાં દેશ દેશના રાજા આવ્યા, અને કંકોતરી પ્રમાણે નલ આવ્યો. પણ દમયંતીનાં રૂપ ગુણની વાત નારદજીએ સ્વર્ગમાં પહોંચાડી હતી, એટલે ઈદ્ર, વરૂણ, અગ્નિ, ધર્મ, એ ચાર દેવને પણ તે સ્વયંવરમાં જવાનું મન થયું. ત્યાં ગયા પછી નલનું રૂપ જોઈને તેમને પોતાનું કામ થવાની શંકા લાગી તેથી તેમણે ધર્માત્મા નલરાજા પાસે જઈને વચન લીધું કે તમે પોતે દમયંતી પાસે જઈ અમારાં ચારમાંથી એકને દમયંતી પરણે એવી સમજણ કરાવો. નલરાજા વચન આપી, તે પ્રમાણે દમયંતી પાસે દેવનાં દૂત થઇને ગયા; પણ મનથી જ જેને પતિભાવે વરી ચુકી હતી એવી સતીએ નલરાજાને ઓળખી કહાડયા ને કહ્યું કે “હું તો એક નલને જ વરી ચુકી છું, દેવમાત્રને નમસ્કાર કરી તેમની સમક્ષ હું તેમને જ વરીશ.' એ મારું સત્ય પણ છે, તે ફરનાર નથી. નલે કહ્યું કે એમ તો મારે બહુ સંકટ આવી પડે કેમકે પરમાર્થ કરવા આવેલો હું સ્વાર્થ કેમ કરૂં ? ત્યારે દમયંતીએ કહ્યું કે એમ હોય તો તમે તેમ દેવતા સર્વે સ્વયંવરમાં આવજો ને ત્યાં હું મારા મન ગમતાં વરને વરીશ એમાં કશો દોષ કોઈને લાગશે નહિ. નલરાજાએ આ વૃત્તાન્ત દેવતાઓને કહ્યો તે પ્રમાણે ચારે દેવ નલરાજાની સાથે સ્વયંવરમાં ગયા. દમયંતી આવીને નલને વરમાળા પહેરાવા જાય