પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪
બાલવિલાસ.

પાછો આવે છે, દયા લાવે છે, વળી કલિ વ્યાપે છે, એમ છેવટ રડતો , શાપ દેતો, લથડતો. પણ ગયોજ  ! જતાં જતાં એક મહા દવ બળતો હતો તેમાં એક નાગ બળતો બુમો પાડતો હતો તેને કાઢવા લાગ્યો. કેમકે દેવતાના વરદાનથી એ અગ્નિમાં દાઝતો નહિ, નાગે દેવમાંથી નીકળી એને એવો દંશ દીધો કે જેથી એનું રૂપ કેવલ કાળું, ઠીગણું, ને ગંધાતું થઈ ગયું. નલે નાગનો બહુ તિરસ્કાર કર્યો, ત્યારે તેણે કહ્યું કે તારે બહારવટે રહેવું છે તેમાં તને આવો વેષ કામ આવશે, માટે મેં આમ કર્યું છે, અને હું તને આ વસ્ત્ર આપું છું તે તું શરીર પહેરશે ત્યારે જેવો હતો તેતો થઈ શકીશ. આ નાગનો અનુગ્રહ થયા પછી નલ રાજમાંથી કલિનું જોર કાંઈક ઓછું થયું, તેને દમયંતી ઉપરની પોતાની નિર્દયતા રડાવા લાગી, પણ હવે દમયંતી કયાં ? હજુ એને પરિપૂર્ણ નિશ્ચય થયો ન હતો કે દમયંતીએ મત્સ્ય નથીજ ખાધાં, પણ એને કાંઈક લાગવા માંડયું ખરું. નાગે એને બતાવ્યું કે જ્યારે અયોધ્યાનો ઋતુપર્ણ રાજા તારી અશ્વવિદ્યા લઈ અક્ષવિદ્યા આપશે ત્યારે તને સ્ત્રી પુત્રાદિ પુનઃ પ્રાપ્ત થશે, માટે ત્યાં જા. તેથી અયોધ્યાના ઋતુપર્ણના દરબારમાં ગયો, પોતાને દેવતા પાસેથી અશ્વવિદ્યા વરદાનમાં મળી હતી એટલે ઋતુપર્ણને ત્યાં અશ્વપાલ થઈને રહ્યો, ત્યાં એના રૂપને અનુંસરતું બાહુક એવું નામ અને મળ્યું. નિત્ય રાત્રીએ સુતી વેળા તે એવો શ્લોક બોલી દમયંતીને સંભારી રડતો કે, “ એ બિચારી, ભુખી, તરશી, થાકેલી, કયાં પડી હશે ? અથવા એના દુર્ભાગીને સંભારતી હશે ? અથવા કતણી હોઈઈ કેમ જીવતી હશે ?

સન્નારી દમયંતી–ભાગ-૨
૨૪

આણી પાસા દમયંતી નિંદ્રાથી જાગી તો પતિને દીઠા નહિ ! રે નાથ ! આટલી આપત્તિમાં આવો વિનોદ કરવો ઘટતો નથી, હું દીન છું, દાસિ છું, મારું હૃદય અનેક કુતર્ક કરે છે, આવો, આવો એમ વિલાપ કરવા લાગી, રોવા લાગી, બધે શોધવા લાગી, પણ કોઈએ ઉત્તર આપ્યું નહિ. ગાંડા જેવી થઈ ગઈ, દોડવા લાગી, ભૂખ તરશ ભાન બધું ભુલી ગઈ. ઠોકરો વાગે, કાંટા વાગે, ઝરડો ભરાય, પણ કશું ગણકારતી નથી, જાણતી જ નથી. નલ, નલ, એમ જપ જપ્યાંજ કરે છે, ચાલી જાય છે. વાઘ, વરૂ