લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૬
બાલવિલાસ.

કુલવતી સ્ત્રી પોતે પોતાની માઝાથી રહે છે, ને એમ એવી સતીએ અહીંજ સ્વર્ગને પામે છે. પતિએ તાજયેલી છતાં કુલીન સ્ત્રીઓ પ્રાણ, ચારિત્ર, અને વચન ત્રણને સાચવે છે, ને કદાપિ ક્રોધ કરતી નથી; વિષમ સ્થિતિમાં પડેલા ભમી ગયેલા મૂઢે તેને તજી હશે તો તેની તેણે વિચારી ક્ષમા કરવી, અને જેવી તે બળતી હશે તેવો તે પણ બળતો હશે એમ જાણવું. સતીઓ સતીત્વથી ચલતીજ નથી. ” બ્રાહ્મણે આ વાત દમયંતીને કહી, તે ઉપરથી એજ નલ છે એમ તેને નિશ્ચય થયો. પછી દમયંતીના પિતાએ એવી યુક્તિ કરી કે ઋતુપર્ણને એવી ખબર આપવી જે દમયંતી બી જો સ્વયંવર કરે છે, માટે પધારવું; પણ તે ખબર એવી રીતે પહોંચાડવી કે સ્વયંવરને આગલે દિવસે જ પ હોચે. જો નલ ત્યાં હશે તો, તે અશ્વવિદ્યા જાણનારો છે, એટલે ઋતુપર્ણ અહીં આવી શકશે, નહિ તો આવનાર નથી; આ યુક્તિ વિજવયતી થઈ. ઋતુપર્ણને સ્વયંવરની કંકોતરી સ્વયંવરને પહેલે દિવસે પહોંચી, તેથી તે બહુ આકુલ વ્યાકુલ છે, પણ બાહુકની પ્રણિપત કરતાં તેણે તેને વેલા ઉપર લઈ જવાનું વચન આપ્યું. રાજાને રથમાં બેસાડી બાહુકે અશ્વના કાન ફૂંક્યા કે આકાશ માર્ગે અશ્વો ઉડવા લાગ્યા. ઋતુપર્ણ ચકિત થઈ ગયો. રસ્તામાં એને એક દુશાલો ગયો તે લેવા માટે એણે રથ ઉભો રાખવા માંડયો પણ બાહુકે રાખ્યો નહિ. ત્યારે ઋતુપર્ણ કહ્યું કે ભાઈ તમે અશ્વવિદ્યા જાણો છો તેમ હું પણ અક્ષવિદ્યા એટલે ધૂતવિદ્યાનું રહસ્ય જાણું છું. ને ગણિત વિદ્યા પણ જાણું છું. આ બહેડાનું ઝાડ છે તેની આ ડાળી ઉપર અમુક પત્ર છે એમ ઋતુપ્રણે કહ્યું એટલે બાહકે રથ ઉભો રાખ્યો અને ડાળ કાપી પત્ર ગણી જોયાં તો બરાબર નીકળ્યાં. બાહુકે ઋતુપર્ણ પાસે એ બે વિદ્યા માંગી અને પોતાની અશ્વવિદ્યા આપવાનું કહ્યું. ઋતુપર્ણ પાસેથી અક્ષવિદ્યા પામતાંજ, નાગના કહ્યા પ્રમાણે કલિ નલના શરીરમાંથી નીકળ્યો, તેને નલ મારતો હતો , પણ બહુ પ્રણિપત કરવાથી જવા દીધો. એ બધું ઋતુપર્ણે દીઠું નહિ. પછી રથ વિદર્ભ નગરમાં પહોંચ્યો.

દમયંતી વાટ જોતી અગાશીમાં ચઢી હતી, તેને હૈયે ધીરજ આવી પણ તેણે નલ દીઠો નહિ તેથી પાછી ચિંતામાં પડી. એને એમ લાગ્યું કે નલ વિના બીજાનું આ કામ નથી, એટલે જે કદરૂપો ઠીંગણો બાહુક છે તે કદાપિ કાંઇ રોગથી કે શાપથી એવા થઈ ગયેલા નલ રાજા પણ હોય તો મારા પતિ મને પ્રાપ્ત થાય. આ ઉપરથી તેણે દાસીને એની પરીક્ષા કરવા મોકલી. નલરાજા હાથે રસોઈ કરી જમતા, વિના દેવતાએ