પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૮
બાલવિલાસ.

દમયંતીને જે કલિને લીધે દુઃખ પડયું તે કલિ તે શું ? સ્વયંવરને લીધે પદા થયેલી ઈર્ષ્યા ને તે ઉપરથી થયેલા કલેષનાં માઠા પરિણામ. કંકાસમાત્ર ખોટો છે. તેનું ફળ એવું જ નીવડે છે, આવા કલેશને લીધે જ સ્વયંવરની રીત સારી ગણાતી નથી.

સન્નારી-ભોગવતી.
૨૫

પૂર્વ દેશમાં વિજય નામના રાજાને આઠ પુત્ર અને એક પુત્રી હતાં; પુત્રીનું નામ ભોગવતી પાડ્યું હતું. રૂપ ગુણ વડે તે કુમારિકા અતિ ઉત્તમ શોભા પામી હતી, ને તેના પિતાએ પણ તેને યોગ્ય વિદ્યા ભણાવવામાં ખામી રાખી ન હતી. એમ કેટલોક સમય જતાં એ બાલા કન્યા સમયને પામી. તેવામાં એક દીવસ વિજય રાજા સભા ભરી બેઠો છે, ત્યાં પ્રતીહારે આવીને નમસ્કાર કરી વિનંતિ કરી કે પ્રતિષ્ઠાનપુરથી દૂત આવ્યો છે. રાજાની આજ્ઞાથી દૂત અંદર આવ્યો. તેણે રાજાને નમન કરી વિજ્ઞાપના કરી કે પ્રતિષ્ઠાનના રાજાના પ્રધાન, આપના મિત્ર મહામતિ અત્રે આપનાં દર્શન માટે પધારે છે. રાજાએ મહામતિના સત્કાર માટે સર્વ પ્રકારની યોજના કરાવી પોતાના પ્રધાનને તેમને લેવા માટે સામા મોકલ્યા. મહામતિ આવ્યા પછી, સર્વ ઉપચાર સમેટી, એકાન્તમાં વાતચીત કરવા રાજા બેઠા. ત્યાં પરસ્પર વાર્તાના પ્રસંગમાં મહામતિએ કહ્યું કે "મારા રાજા શૂરસેનને નાગ એ નામનો અતિ કાન્તીમાન સકલગુણનિધાન પુત્ર છે. તેના ઉપર પોતાની અતિશય પ્રીતિ છતાં પણ, વિદ્યા વિના જીવિત વ્યર્થ છે એમ નિશ્ચય સમજનાર તેના પિતાએ તેને બાલ્યકાળથીજ એક એકાંત વિદ્યાલયમાં તેના ગુરૂઓ સાથે રાખેલો છે. એવો પ્રતિબંધ કર્યો છે કે વિશ વર્ષનું વય થતા સુધી તેણે સર્વ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવી, ને ત્યાં સુધી બહાર આવવું નહિ. તે બાલ પણ ગુરૂને જ પિતા જાણતો, ગુરુપત્નીને જ માતા જાણતો, ગુરૂપુત્રાદિને જ સહોદર જાણતો, આનંદમાં વિચરે છે, ને સર્વવિદ્યાપારંગત થતો જાય છે. મહારાજ શૂરસેનની એમ વિનંતિ છે કે આપને ઘેર એક કન્યારત્ન ભોગવતી નામે છે, ને તે પણ તેનાં રૂપ ગુણ વિદ્યાદિથી એ નાગરાજને જ યોગ્ય છે, માટે તેનું માગું કરવાને મને મોકલ્યો છે. એમાં આપની