પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૯
સન્નારી-ભોગવતી.

જે આજ્ઞા થાય તે ખરી.” આ વાર્તાથી રાજા બહુ પ્રસન્ન થયો અને તેણે એ માગું સ્વીકાર્યું. પછી પ્રધાને કહ્યું કે મહારાજ ! એ પુત્ર તો અત્રે આવી શકે તેમ નથી કેમકે તેને વિદ્યાભ્યાસ પૂર્ણ થયા વિના બહાર જવાનું નથી, તેમ એના પિતાની એવી ઈચ્છા છે કે વિદ્યાભ્યાસ પરવારે તેજ સમયે એને કન્યા પરણાવવી, એટલે પુત્રના ખાંડા સાથે કન્યાનો વિવાહ કરી કન્યાને વળાવો તો સારૂ. આવો ઉત્તમ સંબંધ થવાનો પ્રસંગ જોઈ રાજાએ એ વાત પણ સ્વીકારી; અને ખાંડા સાથે કન્યાને પરણાવી બહુ બહુ પહેરામણી આપી વિદાય કરી. ભોગવતી સાસરે જઇ સાસુ સસરાને નમન કરી નિરંતર તેમની સેવામાં રહેવા લાગી, ને મનમાં દિવસ પણ ગણવા લાગી કે હવે મારા પતિને આવવાને આટલા દિવસ બાકી છે, આટલા બાકી છે, એમ કરતાં એક વર્ષ વીતી ગયું. એવામાં એક દિવસ ભોગવતી પોતાના આવાસમાં એકાન્તમાં બેઠી બેઠી પતિનું મનન કરે છે, ત્યાં ઘરની એક વૃદ્ધ દાસી આવી એની પાસે બેઠી. આડીઅવળી અનેક વાતચીત કર્યા પછી, તેણે તેના પતિની વાત કાઢી, ને બહુ શોકાતુર વદને કહે કે બેટા ! તારા પતિનું તો શું કહું ? ભોગવતી બહુ વ્યાકુલ થઈ ગઈ અને કહે કે જે થયું છે તે હું સમજી, મારા ભાગ્યમાં એમજ હશે, એમ બોલી પોતાના પતિને કાંઈ અનિષ્ટ થયું એમ સમજી હા પ્રાણ નાથ ! એટલા શબ્દ બોલી અચેત થઈને ઢળી પડી. પેલી દાસીની આશ્વાસનાથી જ્યારે એને ભાન આવ્યું ત્યારે દાસીએ કહ્યું બેટા ! તું જેમ સમજી છે તેમ કશું નથી, માત્ર એ વાત તું જાણશે ત્યારે બહુ ખેદ પામશે એમ જાણી તારાં સાસુ સસરાએ મને તારી પાસે મોકલી છે. ભોગવતીએ કહ્યું કે જે હોય તે કહે, મારા પતિ જો હશે, તો તે જેવા હશે તેવા પણ મારા સર્વથા પૂજ્યજ છે, હું તો તેમની થઈ ચુકી છું. આ ઉપરથી પેલી વૃદ્ધાએ કહ્યું કે તારા પતિ કોઈ મહા નાગ રૂપે છે ને કોણ જાણે કેવાએ યોગથી આ રાજાને ત્યાં અવતરેલા છે. પોતાના બીજા ભાઇને પરણેલા જોઈ તેણે પણ પિતાને કહ્યું કે માતાપિતાને તો સર્વે પુત્ર સમાન છે; માટે મને પણ પરણાવો. એટલે પિતાએ બહુ દયાથી ખડ્ગ વિવાહને મિષે એમનું તારી સાથે લગ્ન કર્યું. આ સાંભળી ભગવતી જરા પણ ખેદ પામ્યા વિના પ્રસન્ન વદને પોતાના નાગપતિ પાસે ગઈ, અને શીતલ ઉપચારથી તથા દુગ્માધલ્યાદિથી તેમની સેવા અનન્ય પ્રેમથી કરવા લાગી. ઘણેક દિવસે નાગને વાચા થઈ, ને તેણે પૂછ્યું કે હે સતિ ! મારા જેવા સર્પને તું આટલી ભક્તિથી શા માટે ભજે છે? ત્યારે ભગવતીએ કહ્યું