પૃષ્ઠ:Bansari.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬: બંસરી
 


‘પહેલાં બે ખૂન પછીથી આ ત્રણ; બધાં મળીને પાંચ અઠવાડિયામાં પાંચની શરૂઆત ઓછી નથી. ધીમે ધીમે રોજનું એક થશે. પણ મને કોઈ પકડશે ત્યારે ?... મને કોણે જોયો છે ? હરકત નહિ. આ રિવૉલ્વર અહીં દાટી દેઉં.'

એમ કહી હું નીચે બેસવા ગયો. એટલામાં મેં એક બૂમ સાંભળી :

પાછળ ફરી જોઉ છું તો કર્મયોગી સ્થિર દૃષ્ટિ કરી મારી પાસે જ ઊભો હું ગભરાઈને જરા થથરવા લાગ્યો.

તેણે પૂછ્યું :

'કેમ ? શું કરે છે ?’

'કાંઈ નહિ.'

‘આ ખૂન કોણે કર્યાં ?’

‘મને શી ખબર ?’

'તારા હાથમાં રિવૉલ્વર છે. તું સંતાડવા જતો હતો. પ્રથમ દર્શનીય પુરાવો છે કે ખૂન તેં જ કર્યાં !’

‘એટલો પુરાવો બસ ન થાય. રિવૉલ્વર તો તમારી પાસે પડી છે.’ એમ કહી મેં રિવૉલ્વર તેના પગ આગળ નાખી દીધી. એકાએક બંસરી, જ્યોતીન્દ્ર, સુધાકર, ડૉક્ટર અને હિંમતસિંગ બેઠાં થઈ ગયાં. અને એક સાથે બોલી ઊઠ્યાં :

‘અમે પુરાવા આપીશું. ખૂન સુરેશે જ કર્યા છે !’

મારું કાળજું ફડક ફડક થવા માંડ્યું. મેં આંખો મીચી દીધી.

‘કેમ ? હવે કેવો ગભરાયો ?’ સુધાકરે કહ્યું.

‘હું શું કરું ?' નિરાધાર બની હું પોકારી ઊઠ્યો.

કર્મયોગીએ તિરસ્કારથી મારી સામે જોયું અને મને કહ્યું :

‘કેવો કાયર ! કાંઈ ન બનતું હોય તો આપઘાત કર !’

મને એ વિચાર ઠીક લાગ્યો. પણ શા વડે આપઘાત કરું ! મને ગૂંચવાતો જોઈ કર્મયોગીએ પાસે પડેલી રિવૉલ્વર ઉપાડી. મેં કહ્યું :

'હા, એ લાવો.'

મેં હાથ લંબાવ્યો અને રિવૉલ્વર લીધી. મેં પૂછ્યું :

'રિવૉલ્વર ક્યાં ફોડું ?’

'આટલાં ખૂન કર્યાં તોય તને કેમ મરવું આવડતું નથી ? જો, તારું હૃદય