પૃષ્ઠ:Bansari.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આપઘાત: ૧૦૭
 

ધડકે છે ત્યાં ધર, અગર લમણા ઉપર મૂક.'

'પછી?'

'ચાંપ દબાવ. બેવકૂફ !'

મેં લમણે પિસ્તોલ મૂકી અને ચાંપ દબાવી.

પિસ્તોલનો અવાજ મેં સાંભળ્યો અને મારા મસ્તકના ચૂરે-ચૂરા થઈ ગયા.