પૃષ્ઠ:Bansari.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ અહીં ક્યાંથી ? : ૧૧૧
 

ઓળખીતા ગૃહસ્થ છે. તેઓ પ્રથમથી મૂછો રાખતા નહોતા. તેમની ઉમર પાંસઠેક વર્ષની હતી, પરંતુ વૃદ્ધાવસ્થાએ તેમની કાર્યશક્તિ ઘટાડી નહોતી. અનેક મનુષ્યો તેમને ત્યાં આવ્યો જતાં. ઉંમરની સાથે મહાપુરુષોમાં સાદાઈ આવે છે તેમ આ સાહેબને પણ સાદાઈનો શોખ લાગ્યો. ભોગજોગે શિયાળાની એક ઠંડી સવારમાં એ મહાશય રંગીન શાલ ઓઢી સગડી પાસે તાપતા બેઠા હતા. પાંસઠ વર્ષની ઉમરે શાલને માથે ઓઢવામાં કોઈને સંકોચ ન થવો જોઈએ, સાહેબને તો સંકોચ નહોતો જ. તેમણે માથા ઉપર પણ શાલ નાખી દીધી હતી. હાલમાં તેઓ ગ્રામોદ્વારમાં રોકાયા હતા. એટલે એક ગામડિયો ઓટલા ઉપર આવી ઊભો અને જરા નિહાળીને પૂછવા લાગ્યો : "ડોશીમા ! સાહેબ ઊઠ્યા છે કે ?” સાહેબે શો જવાબ દીધો તે તારે જાણવાની જરૂર નથી, પરંતુ એટલું તો તને જણાવું છું કે ત્યાર પછી સાહેબે મૂછો જ માત્ર નહિ, પણ થોભિયા સુધ્ધાં રાખ્યા !’

એ મારા મિત્રની કહેલી વાત યાદ આવી અને હું હસ્યો. મેં તે યુવતીને કહ્યું :

પણ જ્યાં સુધી હું તમને ઓળખું નહિ ત્યાં સુધી મારાથી એ કશું થાય નહિ.'

‘હું તમારા ખોટામાં રાજી નથી.’

'તે તો હું સમજી ગયો. પણ મારા નાસી જવાનો આરોપ તમારે માથે પડે ત્યારે ?'

‘એનો બચાવ હું કરીશ. અને ધારો કે મારે માથે આરોપ આવ્યો તોય. મને ફાંસીએ તો નહિ ચડાવે ને ? તમારે માટે તો એની તૈયારીઓ થાય છે.'

‘તમને કોણે કહ્યું ?'

‘હું તમને પગે લાગીને કહું છું કે તમે નાસી જાઓ. બધો પુરાવો ભેગો કર્યો છે એ હું જાણું છું. અને તમને દુ:ખ થશે એ મારાથી નહિ જોવાય. તે સ્ત્રીએ પોતાના ઢાંકેલા મુખની અંદરથી જ આંખો લહોવાનો દેખાવ કર્યો.

મારી જિજ્ઞાસા ઉશ્કેરાઈ. આ સ્ત્રીએ શા માટે આટલો બધો આગ્રહ કરવો જોઈએ ? શા માટે મારી લાગણી ધરાવવી જોઈએ ? તેનો અને મારો સંબંધ શો ?

‘તમે એક વખત તમારું ઓળખાણ આપો.' મેં કહ્યું.

‘ઓળખાણ આપવાનું હોય તો હું વાર ન કરત.'

‘તો પછી તમે મને ફસાવતાં નહિ હો એમ હું કેમ માનું ?’

‘અરે, અરે ! આટલું જોખમ વેઠી હું તમને છોડાવવા આવી અને