પૃષ્ઠ:Bansari.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨:બંસરી
 


'ઠીક.’ નામદાર કૉર્ટ બોલી.

દિવ્યકાન્તે આ કોઈ ભારે જીત મેળવી હોય એમ સ્મિત કર્યું.

નવીનચંદ્ર જેવા જગવિખ્યાત વકીલની સામે તકરાર લઈ તેમાં ન્યાયાધીશની પાસે વિજય નોંધાવવો એ કાંઈ આ બિનઅનુભવી વકીલ માટે ઓછી વાત નહોતી એમ મને લાગ્યું - જોકે આ તકરારમાં મહત્ત્વ શું હતું તે હું કદી સમજી શક્યો નથી.

આ સ્મિત નવીનચંદ્રથી સહન થઈ શક્યું હોય એમ લાગ્યું નહિ.

તેમણે બેઠેબેઠે ટીકા કરી :

‘મારા યુવાન મિત્ર ભલે હસે. પણ આરોપીને માટે હસવાની તક પ્રત્યેક ક્ષણે ઓછી થતી જાય છે એની હું યાદ આપું છું.’

મારા વકીલના હસવાનો રોષ નવીનચંદ્ર મારા ઉપર કાઢ્યો.