પૃષ્ઠ:Bansari.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬: બંસરી
 


હિંમતસિંગે જવાબ આપ્યો અને ઝડપથી ચાલતા મારા વિચારો અટક્યા.

હિંમતસિંગે કહ્યું :

‘ઓરડામાં તે વખતે સુરેશ હતા.’

‘બીજું કોણ હતું ?'

‘કોઈ નહિ.'

‘તમે ઓરડામાં શા માટે ગયા હતા ?’

‘અંદરથી પિસ્તોલનો અવાજ આવ્યો માટે.'

‘તમે એકલા જ ગયા હતા ?’

'ના, મારી સાથે ચાર પોલીસ સિપાઈઓ હતા.’

'તમે એ બંગલા તરફ કોની બાતમીથી ગયા હતા ?'

'જ્યોતીન્દ્રની. એકબે ખૂન થવાનો સંભવ છે એમ તેમણે જણાવ્યું એટલે તેમની સાથે હું ગયો.’

'ત્યાં ગયા પછી જે બન્યું હોય તે નામદાર કોર્ટને જણાવો.'

‘આખા બંગલામાં અંધારું હતું. હું, જ્યોતીન્દ્ર અને મારા માણસો ધીમેધીમે બંગલામાં ગયા. જ્યોતીન્દ્ર બીજા ઓરડાના બારણા આગળ ઊભા; હું તેમની પાછળ હતો અને મારા માણસો મારી પાછળ હતા. અંદરથી પિસ્તોલનો અવાજ આવ્યો અને તેની સાથે જ્યોતીન્દ્રે અંદર પ્રવેશ કર્યો હશે. અંદર જતાં જ્યોતીન્દ્રે સુરેશને ઊભો કર્યો હતો તે મેં જોયું.’

‘એટલે આરોપી પડી ગયો હતો ?'

'હા.'

‘તેના હાથમાં શું હતું ?'

‘પિસ્તોલ.'

‘ઠીક એ પિસ્તોલ ફૂટી હતી એમ તમે માનો છો ?’

'હા.'

'કારણ ?’

‘એક ગોળી ખાલી હતી.'

‘એ પિસ્તોલ જ્યોતીન્દ્રે નહિ ફોડી હોય એમ તમે કહી શકો છો ?’

‘મારી ખાતરી છે કે પિસ્તોલ જ્યોતીન્દ્રે ફોડી જ નથી.'

‘મોઢાની ખાતરી કૉર્ટ માનશે નહિ, કારણો આપો.'

‘જ્યોતીન્દ્ર કદી હથિયાર રાખતા જ નથી. વળી પિસ્તોલ સુરેશના