પૃષ્ઠ:Bansari.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
મારો બચાવ

આકાશથી વર્ષાવતા છો
ખંજરો દુશ્મન બધા !
યાદો બનીને ઢાલ
ખેંચાય રહી છે આપની.
કલાપી

જ્યોતીન્દ્ર, વ્રજમંગળા અને બંસરીએ ન્યાયમંદિરના અમારા ઓરડામાં પ્રવેશ કર્યો. લોકોનો ગરબડાટ ઘણો જ વધી ગયો હતો. પરંતુ મને કશું જ સંભળાતું ન હતું. મારી દૃષ્ટિ એ ત્રણે વ્યક્તિઓ ઉપર જ ચોંટી ગઈ હતી. લોકો ઊભા થઈને એ ત્રણે જણને જોતા હતા, પરંતુ તે મારા ધ્યાનમાં ન હતું.

જ્યોતીન્દ્ર બધાની વચમાં થઈને ઝડપથી મારી પાસે આવ્યો. હું એકદમ ઊભો થઈ ગયો. મિત્રોને પરસ્પર ભેટવાનો ચાલ સુધરેલી વીસમી સદીમાં નાબૂદ થઈ ગયો છે, છતાં મેં તેના હાથ પકડી લીધા અને જ્યોતીન્દ્ર મને ભેટી પડ્યો.

હું તેનો કેટલો ઉપકાર માનું ? મને ફાંસીએ ચડતો તેણે બચાવ્યો. એટલું જ નહિ, પણ તે બંસરીને જીવતી પાછી લાવ્યો.

મારી દૃષ્ટિ બંસરી તરફ વળી. એક અક્ષર પણ તે બોલી શકી નહિ, માત્ર તેની આંખમાંથી સ્નેહનું અમી ફૂટતું મેં નિહાળ્યું. એ સમયની સ્નેહજ્યોત નિહાળવા માટે આવી. સેંકડો આફતો આવી પડે તે ખુશીથી સહન કરવા યોગ્ય મને લાગી. મારું હૃદય તેને ચાહતું હતું - અતિશય ચાહતું હતું. આ ક્ષણે પ્રેમનો પારાવાર મારા હૃદયમાં ફેલાઈ ગયો. મારું આખું જીવન બંસરીમય બની ગયું. તે સુંદર હતી; પરંતુ તેનું સૌંદય અત્યારે મને આકર્ષતું ન હતું. કોઈ અજબ કુરબાનીનો ભાવ, કોઈ અકથ્ય પૂજ્યભાવ મને તેની તરફ ખેંચી રહ્યો હતો.

થોડી વાર આવાં હૃદયમંથનો ચાલ્યાં. ન્યાયાધીશે તેમાં વિક્ષેપ ન નાખ્યો. કાયદાનો કડક અમલ કરી ન્યાયાધીશનું હૃદય કડક અને જડ બની ગયું હશે એમ મને ઘણી વખત લાગતું. તથાપિ આખા કેસમાં તેમ જ ખાસ