પૃષ્ઠ:Bansari.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦: બંસરી
 

સાહેબને વચન આપ્યું : ‘ગુનાની તપાસમાં હું મારા મિત્રની તરફેણ કરવાનો નથી. જો તેણે ગુનો કર્યો હશે તો હું તે બહાર પાડીશ અને પછી જ તેનો જે બચાવ જડશે તે કરીશ.’"

“અમે ત્યાંથી છૂટા પડ્યા. મેં જણાવ્યું કે મારે જરૂર પડશે ત્યારે જ હું પોલીસને હુકમ આપીશ. તે સિવાય મારે અને તેમણે જે યોગ્ય લાગે તે માર્ગે કામ કરવું."

"સ્થળ જોયા સિવાય ચાલે જ નહિ. ગુનાના સ્થળમાં કંઈક એવી ગેબી વાચા હોય છે કે મોટા ભાગનું કથન સ્થળ પોતે જ કહી દે છે. વળી સુરેશને ચીઢવવાનો પણ મેં અખતરો કર્યો. એથી હું તેની તરફેણમાં જ નથી એમ પોલીસની ખાતરી થાય અને સુરેશ પણ ગુસ્સાની ક્ષણમાં સત્યસ્ફોટન કરી દે તો મારું કાર્ય સરળ થાય એમ હતું."

“મારા પ્રયોગમાં હું સફળ થયો. સુરેશ જાણે ગુનેગાર હોય એમ દેખાડી આપતાં તે ગુનેગાર નથી જ એવી મારી ધારણા ડગલે અને પગલે સ્પષ્ટ થતી ચાલી."

“ઘર આગળ કુંજલતાનું કથન એવું થયું કે સુરેશ ગુનેગાર હોય એમ જણાય; પરંતુ ધ્યાનપૂર્વક વિચાર કરતાં ‘કુંજલતા ! જો ને આ સુરેશ-' એટલા અધૂરા શબ્દો સુરેશને ગુનેગાર ઠરાવવા માટે પૂરતા નહોતા. તે શબ્દો ઉપરથી એટલું જ મને લાગ્યું કે સુરેશનું દૃશ્ય બંસરીને દેખાયું હોય. કાં તો સુરેશ ત્યાં હોય અથવા તો બંસરીને સુરેશનું સ્વપ્ન આવ્યું હોય. સુરેશ તે રાત્રે ઘરમાંથી બહાર નીકળ્યો નહોતો તેની મેં ખાતરી કરી લીધી હતી. બંસરી સ્વપ્નમાં નહોતી એ કુંજલતાના કથન ઉપરથી સ્પષ્ટ હતું. ત્યારે એ શબ્દોનો શો અર્થ ? સુરેશ જેવા દેખાવનું કોઈપણ માણસ ત્યાં હોવું જોઈએ."

“શંકર નામના નોકરે પણ સુરેશને જોયો હતો. એવી વાત મારી આગળ આવી હતી. આ શંકર અને બીજી બંસરી એ બે સિવાય સુરેશને નજરે જોનાર કોઈ નહોતું. બંસરી હતી જ નહિ, કુંજલતાએ તો માત્ર બંસરીનો ઉચ્ચાર જ સાંભળ્યો હતો. નજરે સુરેશને જોયેલો નહિ. ત્યારે એ શંકર પાસેથી વધારે માહિતી મળી શકે એમ મને લાગ્યું."

“શંકર પૈસે જિતાય એવો નોકર મને લાગ્યો. તેના મુખ ઉપરથી જ તે જુઠ્ઠો અને પૈસાને ખાતર ગમે તે કહે અગર કરે એવો માણસ હતો એવી મેં ખાતરી કરી લીધી. મને એમ લાગ્યું કે જો શંકર જેવા લોભી મનુષ્યનો આ કામે ઉપયોગ થયો હશે તો એનો પુરાવો અખંડિત રાખવા તેની પાછળ શંકરને ડરાવી શકે એવી કોઈ વ્યક્તિ ચોક્કસ હોવી જ જોઈએ. શંકરની