પૃષ્ઠ:Bansari.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની નોંધ:૧૫૭
 

મેં મારે ત્યાં નોકર તરીકે રાખ્યો હતો. મોટરનું કામ શીખવી મેં તેના ઉપયોગીપણામાં વધારો કર્યો હતો. એ પગલું લીધા પછી મને કદી પસ્તાવો થયો નથી. મારી ઘણી તપાસોમાં એ શૉફરની સહાય બહુ જ ઉપયોગી થઈ પડી છે. એનું નામ લક્ષ્મણ, એ લક્ષ્મણને ભય તો છે જ નહિ. મૃત્યુથી ખરેખર ન ડરનાર માણસ જો કોઈ જોયો હોય તો એ લક્ષ્મણ જ.