પૃષ્ઠ:Bansari.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની નોંધ:૧૫૯
 

વખત ખોવાની જરૂર નહોતી. અંધારામાં ખૂન કરવાનો કોઈએ નિશ્ચય કર્યો હશે તો સુરેશને અમુક ઢબે અમુક ઊંચાઈએ ઊભા રહેવાની ફરજ પડી જ હશે. મેં હાથ ફેરવી બંને જણની વાતચીત ઉપરથી સુરેશ ક્યાં હતો તે સમજી લીધું અને એકદમ તેના પગ ખેંચી મેં તેને પાડી નાખ્યો.

“તે જ વખતે એક ગોળી સુરેશ ઊભો હતો. ત્યાંથી પસાર થઈ. જો સુરેશ પડી ન ગયો હોત તો એ ગોળીથી જરૂર વીંધાઈ જાત ! સાથે જ અજવાળું થઈ ગયું. પેલા બીજા ગૃહસ્થને વાગેલું તે મૂર્છા ખાઈ પડ્યા હતા."

"હિમતસિંગનો વહેમ વધારવાની મને જરૂર લાગી. પ્રથમથી જ તેની માન્યતા એવી છે કે સુરેશ ખૂની છે. આ કામે પણ ગોળી એણે જ છોડી હતી એવી સ્થિતિ ઉપરચોટિયા જોનારને જણાઈ આવે એમ હતું. સુરેશને એવો જ વહેમ હતો કે તેની વિરુદ્ધમાં છું. મારી સાથે તકરાર કરવા તે તત્પર થઈ ગયો, એટલે પોલીસે તેને જાપ્તામાં લીધો."

“મેં બહાર જગ પાસેના ટેલિફોન ઉપરથી કમિશનરનો અવાજ ધારણ કરી સુરેશને છૂટો મૂકી દેવા હિંમતસિંગને હુકમ આપ્યો. એ યુક્તિ સફળ થઈ."

"હું પાછો ફર્યો અને આખો બંગલો ખોળી વળ્યો, પરંતુ તેમાં એકે માણસ હતું નહિ. આખું સ્થળ વેરાન જેવું ખાલી ખાલી જ હતું. અહીં કોણ આવી ગયું હશે ? કોણે સુરેશના ખૂનનો પ્રયત્ન કર્યો હશે ?"

“મેં મારી દીવાબત્તી ખોલી. કોઈનાં પગલાં દેખાયાં નહિ. સુરેશને લઈને મોટર આવેલી તે હું બહાર નીકળ્યો તે વખતે નહોતી. મેં ચીલા તપાસ્યા. એક મોટરનો રસ્તો લીધો અને તે કર્મયોગીના ધ્યાનમંદિર તરફ વળ્યો હતો એમ સ્પષ્ટ દેખાયું."

“હું ધ્યાનમંદિર તરફ વળ્યો. ચારેપાસ ઊંચો કોટ હતો. હું ચારે પાસ ફરી આવ્યો. કોટ કૂદી ગયા સિવાય અંદર જવાય એમ હતું નહિ. એટલામાં દૂરથી કોઈ પડછાયો મને દેખાયો; હું પાસે ગયો. જરા પણ પગરવ ન થાય એવી રીતે ચાલવાની મને ટેવ પડી ગઈ હતી. એ પડછાયો કોઈ સ્ત્રીનો હતો. એમ ખાતરી થતાં હું ચમક્યો. મુખ તો ઓળખાય એમ હતું નહિ, તથાપિ આકૃતિ તથા કદ ઉપરથી લગભગ બંસરી જેવો જ મને ભાસ થયો. મેં એકાએક મારી બત્તી ચમકાવી અને પેલા પડછાયા ઉપર ધરી, એક પળ એમ લાગ્યું કે તે બંસરી જ હશે. મારું હૃદય પણ ધડકવા લાગ્યું. એટલામાં તે સ્ત્રીએ મુખ ફેરવી લીધું અને તેણે ઝડપથી ધ્યાનમંદિર તરફ નાસવા માંડ્યું.

“હું પાછળ દોડ્યો, અને પેલી સ્ત્રીને પકડી. પકડતાં બરાબર તેના