પૃષ્ઠ:Bansari.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની નોંધ:૧૬૧
 

જોકે મને બધી જ ખબર છે, છતાં તમારી પાસેથી કાંઈ નવું જાણવાનું મળે.'

“કુંજલતાએ કહ્યું :

‘આજે ધ્યાનમંદિરમાં હવે શું કરવું તેની વ્યવસ્થા થવાની છે. મને તો કર્મયોગી હિપ્નોટાઈઝ કરે છે એટલે હું તો તદ્દન પરવશ બની જાઉ છું. અને કર્મયોગી જે કહે તે કરવા પ્રવૃત્ત થાઉ છું. બંસરીનું ખૂન થયું છે અને તે સુરેશે કર્યું છે એવી માન્યતા મારા ઉપર બહુ જ જબરાઈથી પાડવા તે મથે છે. કર્મયોગીની આંખ સામે જોઉ છું એટલે એમ જ કહેવાનું મને ખેંચાણ થાય છે.'

‘અત્યારે તમે ધ્યાનમંદિરમાં જાઓ. છો ને ?’

'હા,' તેણે કહ્યું.

‘અંદર પેસવા માટે તો આમ નિશાની કરવી પડે છે ને ?' મેં એક વિચિત્ર હાથની નિશાની કરી.

‘ના, આામ.' કહી કુંજલતાએ તેમાં સુધારો કર્યો. પરંતુ મને તો મહત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું.

‘ઠીક જાઓ. પણ સવાર પહેલા હું બંસરીને ખોળી કાઢી કર્મયોગીને ખુલ્લો પાડી દઈશ.’

‘એ પેલી બૅન્ચ ઉપર સૂતા છે.’

‘કોણ ? સુરેશ ને ? જાણે હું જાણતો હોઉં એ પ્રમાણે કહ્યું.

“કુંજલતા મને ત્યાંનો ત્યાં ઊભો રાખી અલોપ થઈ ગઈ. શા માટે ? કોઈએ તેને નિશાની કરી હશે ? ધ્યાનમંદિરમાં અત્યારે જવું એવો મેં નિશ્વય કર્યો. સુરેશ પણ થાકીને બીજે ક્યાંય જવાને બદલે બૅન્ચ ઉપર સૂઈ ગયો હતો. તે પણ મેં કુંજલતાના કહેવાથી સમજી લીધું. એ પણ અંદર ભલે આવે એમ મેં ઇચ્છા કરી.

“સાથે જ મેં ઊભેલા મારા શૉફરને બોલાવી ધીમે રહીને કહ્યું :

‘તું થોડી વારમાં પોલીસની ટુકડીને લઈ અહીં આવ. આ ચિઠ્ઠી હિંમતસિંગને પહોંચાડજે.'

“સુરેશ બૅન્ચ ઉપર બેઠો થયો હતો. તે મેં જોયું. મેં બત્તીથી તેને મારા તરફ ખેંચ્યો. તેને ઝાડના ઓથે કોઈના ઊભા રહ્યાનો સંશય તો પડ્યો જ હતો. મારે ઓળખાવું નહોતું. સુરેશનો સ્વભાવ હું જાણતો જ હતો. આવી બત્તી વારંવાર તેના તરફ ધર્યા કરવાથી તે મારી પાછળ આવશે જ એમ નક્કીપણે મેં માન્યું, અને તેમ જ બન્યું. હું કોટ ઉપરથી એક સુરક્ષિત જગ્યા ઉપર ચડી કૂદી ગયો. સુરેશ પણ ત્યાં થઈ અંદર આવ્યો. તેણે મારી માફક