પૃષ્ઠ:Bansari.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની નોંધ:૧૬૭
 


‘લઈ જાઓ.' કર્મયોગીએ હુકમ કર્યો.

“તેની સાથે જ મેં કાચ ઉપર એક મુક્કો માર્યો. કાચ તૂટી ગયો એટલું જ નહિ, પણ ત્યાં એક ડોકાબારી ઊઘડી. આશ્ચર્યચકિત થયેલા સર્વ એ બાજુએ જોવા લાગ્યા. હું કૂદીને બહાર નીકળ્યો, અને બૂમ પાડી ઊઠ્યો :

‘જોઉ છું, કોણ બંસરીને લઈ જાય છે !’