પૃષ્ઠ:Bansari.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂનીની કબૂલાત

હું તો મૃત્યુ તણો મુસાફર બની
દોરાઈ જાનાર છું,
એ મીઠો દિન આજથી નજરે
પ્રેમે જોનાર છું.
 કલાપી

‘કેમ, શંકર ! મને ઓળખે છે કે ?’ પાસે આવતા એક નોકરને સંબોધી જ્યોતીન્દ્રે પૂછ્યું.

‘ના.’ ચઢેલે મુખે શંકરે જવાબ આપ્યો. તે કાળો મજબૂત અને ક્રૂર મુખમુદ્રાવાળો માણસ લાગતો હતો.

‘એટલામાં મને ભૂલી ગયો ? ત્રણ દિવસ ઉપર આપણે રાત્રે ક્યાં મળ્યા હતા, યાદ આવે છે ?’ જ્યોતીન્દ્રે પૂછ્યું.

શંકરે ઝડપથી આાંખની પાંપણો મટમટાવી અને જ્યોતીન્દ્ર તરફ ધારીને જોયું. પછી તે બોલ્યો :

‘ચાર દિવસથી તો હું ઘરની બહાર નીકળ્યો નથી. પછી તમને ક્યાં જોયા હોય ?'

'દિવસની હું વાત નથી કરતો; હું તો રાતની વાત કરું છું. કાલે ઊઠીને તું તો એમ કહીશ કે ગઈ રાત્રે સુરેશભાઈને તેં જોયા જ નથી !’

‘જોયા હોય તો હું શી રીતે ના કહું?' શંકરે જણાવ્યું.

'કેટલા રૂપિયા આપું તો તું ના કહે ? માગી લે, જોઈએ એટલા !’ પછી રહીશ એમ ને એમ.’ જ્યોતીન્દ્રે પૂછ્યું.

શંકર આ પ્રશ્ર સાંભળી સ્તબ્ધ બની ગયો. જ્યોતીન્દ્રે ખિસ્સામાંથી એક, બે, ત્રણ, ચાર એમ નોટો કાઢવા માંડી. આ જોઈ શંકર માથા ઉપર હાથ ફેરવવા માંડ્યો. રૂપિયા લેવાનું તેને હૃદયમાં કોઈ ભારે ખેંચાણ થતું લાગ્યું. તે કદાચ હાથ લાંબો કરી નોટો લઈ લેત, પરંતુ એકાએક ઘરમાં પોલીસના કેટલાક માણસો દાખલ થયા. કમિશનરને ત્યાં જોયેલા બે હિંદી અમલદારો પણ સાથે આવતા દેખાયા. બંને અમલદારોએ જ્યોતીન્દ્રની