પૃષ્ઠ:Bansari.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧2
ભેદી મકાન

નિદ્રાને જાગૃતિ-ભવને
નગરીના લોકો ઉજવણે;
રજની નિજ વીંઝણો ઝણકાવે
કંઈ અણદીઠ પગલે
નગરીનાં સમીકરણો આવે.
ન્હાનાલાલ

હું ઊભો થયો. ઝાડને ઓથે રહી કોઈ વ્યક્તિ અદૃશ્ય થઈ ગઈ એ તરફ મારું ધ્યાન દોરાયું. પેલી સ્વપ્નસુંદરી અગર તેના અંગનું કોઈ હોવું જોઈએ એમ મારી ખાતરી થઈ. મારી જિજ્ઞાસા પણ ઉશ્કેરાઈ. થોડી ઊંધ આવવાથી મારો થાક ઊતરી ગયો હતો. એટલે નવીન સાહસને માટે મારામાં જોમ આવ્યું. અજાણ્યા સ્થળે અજાણી સુંદરી આવી મારા સરખા ગુનેગાર મનાયલા રૂપહીન પુરુષને ચૂમી જાય અને અદૃશ્ય થઈ જાય. અને તેની પાછળ કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે ઝાડને ઓથે રહી કાંઈ હીલચાલ કરે, એ સઘળું કુતૂહલ ઉત્પન્ન કરે એવું હતું. મારાથી રહેવાયું નહિ. જે ઝાડને ઓથેથી પણ વ્યક્તિ અદૃશ્ય થયેલી દેખાઈ હતી તે ઝાડ તરફ હું ફર્યો. ઝાડની આસપાસ મેં તપાસ કરી, કોઈ હતું નહિ. ત્યાંથી કોઈ માર્ગ હોય એમ મને દેખાયું નહિ. ઝાડના ઝુંડમાં હું ધીમે ધીમે માર્ગ કરતો આગળ વધ્યો. હું ક્યાં જાઉં છું તેનો મને ખ્યાલ નહોતો; માત્ર કોઈ અજાણી વ્યક્તિ પાછળ હું ખેંચાતો હતો.

થોડી ક્ષણો આથડી હું કંટાળ્યો. શા માટે તકલીફમાં પડવું જોઈએ એમ મને વિચાર આવ્યો. એટલામાં દૂરથી વીજળીની એક ટૉર્ચલાઈટ મારા ઉપર પડી અને પડતાં બરોબર બંધ થઈ ગઈ. કોઈ મનુષ્ય આ ઝાડીની ઘટામાં છુપાયેલું છે ને મારી હીલચાલ ઉપર નજર રાખે છે એટલું તો મને સમજાયું. હું ઝડપથી એ બાજુ તરફ વધ્યો. હિંમતસિંગે મને છૂટો કરતી વખતે મારી રિવોલ્વર પાછી આપી હતી. તેને ભાગ્યે જ ખબર હશે કે એ રિવોલ્વર જ્યોતીન્દ્રની હતી અને હું વગર પરવાને તે ફેરવતો હતો. રિવોલ્વરે મને હિંમત આપી. હું એ બાજુ તરફ વધ્યો છતાં મને એમ તો