પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
બાપુનાં પારણાં
 


બાપુ ! માનવીઓ મત્ય ડૉળે રે
મદમત્તો ઉડાંડે છે ટૉળે રે
તે દી ધાહ દીધી હરિ ખોળે — રધુપતિ રામ૦


બાપુ ! આતમ જેવા તપેલા રે
એવા છઠ્ઠીના ધોમ ધખેલા રે
લીધા ધાનના કૉળીડા છેલ્લા — રધુપતિ રામ૦

બાપુ સાતમે વાત વંચાણી રે
સારી સુષ્ટિ સૂપડલે સોવાણી રે
એક અણડગ દરિયાની રાણી — રધુપતિ રામ૦

બાપુ ! આઠમનાં અંજવાળાં રે
પડ પૃથ્વીનાં પડિયાં છે કાળાં રે
ઉપવાસીનાં લોહી ડોળાણાં — રઘુપતિ રામ૦

બાપુ ! નોમે નસેનસ તૂટે રે ર૦
નીર પાછાં વળે ઘૂંટે ઘૂંટે રે
તોયે સંત-સમાધ ન છૂટે — રધુપતિ રામ૦