પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અનશન-તિથિઓ
૧૧
 


બાપુ ! દશમીએ ડુંગર ડોલ્યા રે,
વિકરાળ વાણી વૈદ બોલ્યા રે
તો ચે દોર પોતાનો ન ભૂલ્યા — રઘુપતિ રામ૦ રપ

બાપુ ! એકાદશે અંત ઘડીઓ રે,
સારો સંસાર ચક્રાવે ચડીઓ રે
તોયે તૂટી નહિ કેદી-કડીઓ — રધુપતિ રામ૦

બાપુ ! બારશ ઊગી બળબળતી રે
મહાકાળ તણી છાંયા ઢળતી રે ૩૦
કૈકે કલ્પી ચિતા પણ બળતી — રઘુપતિ રામ૦

બાપુ ! તેરશે શક્તિની સીમા રે
ધબકાર હૈયા કેરા ધીમા રે
લાગી લ્હે તો કુરાનગીતામાં — રધુપતિ રામ૦

બાપુ ! ચૌદશે આંખો ઝંખાણી રે ૩પ
નવ ગમતી પોતાની યે વાણી રે
તબીબોની યે મત્ય મુંઝાણી — રધુપતિ રામ૦