પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
બાપુનાં પારણાં
 

બાપુ ! પૂનમે હાથ તો ધ્રૂજ્યા રે
કાળી પીડાએ કંઠ વરૂંધ્યા રે
પ્યાલા તોય સ્વહસ્તેથી પીધા — રધુપતિ રામ૦ ૪૦

બાપુ ! એકમે રગરગ વખડાં રે
માંડે છાતીએ કાન મનખડાં રે
જાણે મર્મ ન વૈદ મૂરખડા — રધુપતિ રામ૦

બાપુ ! નાડ્ય ગઈ વદ બીજે રે
પ્રાણુ-પંખીડું પીંજરે થીજે રે ૪૫
નરનારીનાં નેણલાં ભીંજે — રધુપતિ રામ૦

બાપુ ત્રીજે બોલ્યા, નથી જાવું રે
રહ્યું ગાન અધૂરું તે ગાવું રે
ભગવાનને વાત ભળાવું — રધુપતિ રામ૦

બાપુ ! ઘાવ પડ્યા ઊંડા ઘટના રે ૫૦
'મહાદેવ'ના નામની રટણા રે
એની ચ્હે માથે પુષ્પોની ધખના — રધુપતિ રામ૦