પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અનશન-તિથિઓ
૧૩
 

બાપુ ! ચોથે ચોધારે રેલી રે
મીઠા હાસ્યની સૌ માથે હેલી રે
કીધી બાળ-સંગે ક્રીડા ઘેલી — રઘુપતિ રામ૦ પપ

બાપુ ! પંદર ખીલા ઠોકાણા રે
તોયે બિન્દુ ન રક્ત ડોકાણાં રે
ત્રીજા અગ્નિપ્રયાણનાં વા'ણાં — રઘુપતિ રામ૦

બાપુ ! વિશ્વમાં વિસ્મય રેલ્યાં રે,
એવો કોણ કે મોતને ઠેલ્યાં રે ! ૬૦
બોળાં ! ભીષ્મની વાતું યે ભૂલ્યાં — રઘુપતિ રામ૦

બાપુ ! વાટ વસમલીએ વળિયા રે
*મહાશંભુ પોતે સાંમા મળિયા રે
ભૂજ ભીડીને પૂછ્યાં કુશળિયાં — રઘુપતિ રામ૦

બાપુ ! ઝેરના પીતલ જોગી રે ! ૬૫
તમ બન્નેની પર્વણી ભેગી રે
*મહારાત્રીની મેળપ મોંધી — રધુપતિ રામ૦

*મહાશિવરાત્રી અને મહાત્માજીનો પારણ-દિન પડખોપડખ આવ્યા.
વસમયી=વસમી