પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'૪૩નાં પારણાં
૨૧
 

હળવા હળવા પીજો બાપુ !
જોજો આવે હેડકી હો જી.

પારણિયાંમાં એ કુણ બેઠું
ઓઢી કાળા ધૂમટા હો જી!
'ઓરાં ! ઓરાં !' કહીને બોલાવ્યાં પોતા પાસ,
માથે કર મેલીને બાપુ
પૂછે કશળાં કાળનાં હો જી.

ભુજ લંબાવી કીધા છે ખુબ જુહાર, ૧૫
ઘૂંઘટડા ખોલીને બાપુ
મૃત્યુ લ્યે છે મીઠડાં હો જી.