પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'૪૩નાં પારણાં
૨૩
 

બાદઆગેવાને ભાખિયાં ભાવિ, બાપુ તો જીવશે નંઈ! ૧૫
જીવશે તો ચમત્કાર ગણાશે, શાંત રે'જો સૌ ભઈ !
ખબરદાર રોયા ય છો તો !
નવો કોઈક કાઢશું રસ્તો—આગેવાન૦

ત્યાગનોને મારગ મૂરખાઓનો: શું કરે તેજબ્હાદૂર !
‘સર’નો છે નૈ મોહ કૈં બાકી, તોય કરે નવ દૂર—ર૦
કાં કે એને બીક લાગે છે
લોકો તકસાધક કે'શે !—આગેવાન૦

મારું બેટું આ તો જીવી ગ્યા બાપુ !
તેજ થ્યાં એનાં બજાર
હિન્દની પૉલીટીક્સને હવે કેમ કરશું ઉદ્ધાર ! રપ
એના એજ લોહીઉકાળા !
અનશન પ્રાર્થના વાળા !

આગેવાન ત્રણસો ઊઠ્યા,
પોતાને ઘેર પાછા ગ્યા.

આગેવાન આંધળા જેના ૩૦
કટક એનું જાય કુવામાં.