પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
બાપુનાં પારણાં
 


એ ત્રણસોને –
ઢાળ– 'હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ.'

તમારું સ્થાન ત્યાં ન્હોતું—ન દિલ્હીની દિશામાં
ન ચર્ચા કે દલીલો કાકલૂદી વેરવામાં.
અરે એ પાયતખ્તોની કબર પર ઝૂકવામાં
અને લોબાન મોંઘો બાળવામાં સ્થાન ન્હોતું.

અરેરે ઉત્તરે ચાલ્યા ગયા દક્ષિણ ભૂલી ! પ
દિશા સાચી હતી, પાસે હતી, તેને જ ભૂલી,
અહીં આત્મા હતો, ત્યાં ખોળીઉં એ વાત ભૂલી,
કદમ ભૂલી પ્રભુના મસ્તકે ચડવા ગયા શું !

તહીં બેઠા રહી થપ્પડ સહી, વક્કર ગુમાવ્યો,
ખસમ બે આઈ ઘેલી ! ક્યાંઈ બેટો હાથ ના'વ્યો, ૧૦
વલોવ્યાં નીર યમુનાનાં ન પીંડો બ્હાર આવ્યો,
ન સામો સાદ આવ્યો તો ય શું બેઠા રહ્યા ત્યાં ?

કહ્યું જો હોત કે 'થાનક અમોએ ફેરવ્યાં છે,
અમારો ધાન-થાળી ને પથારો ત્યાંજ ત્યાં છે,