પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ ત્રણસોને
૨૫
 

'અમારાં કરબલા કાશી અને કૈલાસ ત્યાં છે, ૧૫
'હૃદય ત્યાં છે, મગજ ત્યાં છે, સમુચ્ચો પ્રાણ ત્યાં છે –

અમે એ ધૂળમાં બેસી ભજન ગાશું પ્રભુનાં,
'હશે જો આંખમાં તો ખેરશું બે આંસુ ઊનાં;
'ચડ્યા છે થાક તે ખંખેરશું અમ કાળજૂના:,
અરે જો એટલું કહેવા હતે બળ વાપર્યું ના ! ૨૦

તો —

બચત કાગળ કલમ રૂશનાઈ, થોડાં થૂક મોંના,
બચત ઈજજત અને અરમાન ઘરની ઓરતોનાં,
ઉકાળા લોહીના પણ ઉગર્યા હત આપના સૌના;
વળી પરખાત પણ નૈ, છો કથીર કે શુદ્ધ સોનાં !