પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જન્મભોમના અનુતાપ
૨૭
 


જી રે બાપુ ! મેણલાં દઈને બૌ બાળેલો
હો ! તું વણતેડ્યો આવિયો રે જી, ૧૦
જી રે બાપુ ! પગલે ને પગલે પરઝાળેલો,
જાકારો સામો કા'વિયો હો જી.

જી રે બાપુ ! હીરલાના પરખુ હોંશીલા !
હસતો ને રમતો ઊતર્યો રે જી;
જી રે બાપુ ! કોયલાનાં આંહીં તો દલાલાં ૧૫
હો ! ભરોંસે તું ભૂલો પડ્યો હો જી.

જી રે બાપુ ! ચુમિયું ભરીને ચાટી લીધાં
હો ! લોહીઆાળાં જેનાં મોઢડાં રે જી,
જી રે બાપુ ! દૂધ પી કરીને ડંખ દીધા
હો ! વશિયલ એ ભોરીંગડા હો જી. ૨૦

જી રે બાપુ ! તમે રે સંભારી જ્યાં સમાધ
હો ! ખાંપણ ત્યાં તો સાબદાં રે જી,
જી રે બાપુ ! તમે કીધા અલખના આરાધ
હો ! પડઘા મેં દીધા પાપના હો જી.

જી રે બાપુ ! મેણલાંની દિજે બાપ માફી ૨૫
હું પાપિણી ખોળા પાથરું રે જી.