પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


નિવેદન

૧૯૯૯ ના માહ શુદ ૬ થી ગાંધીજીએ એકવીસ ઉપવાસનું જે વ્રત આદર્યું તેના માહ વદ બારશ ને બુધવારે સફલ પારણા થયા તે સાથેજ વિચાર ઉપડ્યો કે ગુજરાતના કવિઓએ રચેલા બાપુ વિશેના ગીતો કાવ્યો મહીંથી બે બે ત્રણ ત્રણ ઉપાડીને એક પ્રતિનિધિ સંગ્રહ તુરતમા બહાર પાડવો તે માટે લાગતા વળગતા સ્નેહીઓને પુછાવતા પતો મળ્યો કે આવો ‘ગાંધીકાવ્ય-સંગ્રહ' તો શ્રી ઝીણાભાઈએ અને ઉમાશંકરે સંપાદિત કરીને ’૯૩ ની રેંટીઆા બારશે બહાર પણ મૂકેલ છે (અને એમા મારું પ્રતિનિધિત્વ પણ મોજૂદ છે) હું જ એ વાત ભૂલી ગયેલો

એટલે એક જ ક્ષેત્રમા એવા બે સંગ્રહો ન હોવા ઘટે એ નીતિને માન આપીને મે છેવટે નિર્ણય કર્યો કે, આ અવસરે રચાયેલા મારા પોતાના નવા તેમ જ જૂના, અને ઉપર કહ્યા ‘ગાંધી કાવ્યસંગ્રહ’ માં નહિ આવી શકેલા (કેમકે પાછળથી રચાયેલા) શ્રી દુલાભાઈ કાગના લોકપ્રિય બની ચૂકેલા પાંચ ગાંધી-ગીતો મળીને એક નાનું ઝુમખું પ્રકટ કરવું અને તે ફૂલછાબ નવ પ્રકાશન શ્રેણીના વાચકોને સાદર કરવું એ મનોરથ ફુલછાબ કાર્યાલયના અખૂટ ઉત્સાહથી ગાંધી-કારાવાસની સાતમી માસ-જયંતિએ, તા. ૯ ૩-૪૩ ના રોજ ફળીભૂત થઈ શકે છે.

મારા ગીતોનો ક્રમ મેં ઉલટાવીને રાખ્યો છે '૪૩ થી શરૂઆત કરીને પાછલી સાલવાર મારી કૃતિઓને મૂકતો મૂકતો હુ પાછળ ચાલ્યો છું આઠ ગીતો આ અવસર નિમિત્તે રચાયેલા નવા છે તે નવાની જુમને પંકિતઓ ૨૫૪ છે તેમા મેં ગરબી, ભજન વગેરે દેશી ઢાળો મરોડોના પ્રયોગો કરેલા છે

બાપુના આ અનશનમાં મૃત્યુ અતિ નિકટ આવી ગયું હતું છેક પ્રાણ દ્વાર સુધી પહોંચીને એ પાછું વળ્યું છે એટલે નવા ગીતોમા 'મૃત્યુ પ્રહરી બન્યુ' 'મૃત્યુનો મુજરો’ વગેરે કલ્પનાએ મારા પર જોર કરી ગઈ છે જીવનના હર્તાએ પોતે જ ગાંધીજીના પ્રાણની પહેરેગીરી કરી અને કદ્દરૂપ કુત્સિત