પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
બાપુનાં પારણાં
 


સિંહણ-બાળ ભૂલી ગયાં, ખુદ જનનીની કૂખ,
આતમ-ભાનની આરસી ધરી એની સનમુખ;
મુગતિ કેરી ભૂખ, જગવણહાર ઘણું જીવો !


પા પા પગ જે માંડતાં, તેને પ્‍હાડ–ચડાવ ૧૦
તસુ તસુ શીખવનારના ઝાઝેરા જશ ગાવ;
રાતા રંગ ચડાવ, એહવા આગેવાનને.


'બમણા વધજો બેટડા ! (અને) શિષ્ય સવાયા થાય !'
એ તો કહેણી રહ ગઈ, રહેણી કિહાં કળાય ?
પ્યાલા ભરભર પાય (એવો) મૂર્શદતો એકજ દીઠો. ૧૫


પગલે પગલે પારખાં, દમ, દમ અણઈતબાર,
શાપો ગાળો અપજશો ભરિયા પોંખણ–ચાળ;
કૂડાં કાળાં આળ, ખમનારા ! ઝાઝી ખમા.


બાબા ! જીત અજીત સબ, તેં ધરિયાં ધણી–દ્વાર,
મરકલડે મુખ રંગિયાં, દિલ રંગ્યાં રુધિરાળ;
દિયે ભરી વરાળ, હસનારા ! ઝાઝી ખમા.